mysamachar.in-જામનગર
લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને ખાણી-પીણીનો ધંધો કરનારાને કોઈનો ડર નથી તેવો તાલ અને તાસીરો જામનગરમાં જોવા મળી રહ્યો છે,એક બાજુ પોલીસ નકલી દુધ,ઘી,ઝડપી લઈને નકલી ખાદ્ય વસ્તુઓનો કાળો કારોબાર કરનારાને ઉઘાડા પાડી રહ્યું છે,તેવામાં જામનગર મહાનગર પાલીકાની ફુડ શાખા માત્રને માત્ર પાડવા ખાતર દરોડા પાડીને નમુના લેવાની કામગીરી કરતાં હોવાનો વધુ એક વખત આજે સામે આવ્યું છે,
જામનગર મહાનગર પાલીકાના ફુડ વિભાગને શહેરમાં છાશવારે વારે જુદીજુદી જગ્યાએ દરોડા પાડીને ખાદ્ય સામગ્રીના નાશ કરવાથી માંડીને નમુના લેવાની કામગીરી કરવામાં આવે છે,જેમાં ફુડ શાખા જોઈએ તેટલી કામગીરી ન કરતી હોવાના વારંવાર આક્ષેપો વચ્ચે આજે જામનગર મહાનગર પાલીકાના ફુડ શાખા દ્વારા રાબેતા મુજબ ગાંઠીયા-જલેબી બનાવતી એકલ દોકલ દુકાનોમાં ચેકિંગ હાથ ધરીને ગાંઠીયા-જલેબીના નમુના લઈને કામગીરી આટોપી લીધાનું જાણવા મળે છે,
જેમાં ફુડ શાખાના રડારમાં માત્ર લીમડાલાઇન તથા બેડી ગેઇટ પાસે આવેલી ત્રણ ફરસાણની દુકાનો ધ્યાનમાં આવતા કામગીરી કરેલી હોવાનું ફૂડ ઇન્સ્પેક્ટર એ જણાવ્યું હતું,તેવામાં શહેરમાં ૨૦૦થી વધારે ગાંઠીયા-જલેબી બનાવતા ધંધાર્થીઓ આવેલ છે,તે કેમ દેખાતા નથી તેવા સવાલ વચ્ચે શહેરમાં અમુક મીઠાઇ અને ફરસાણના વિક્રેતાઓ ૧૦૦ રૂપિયા થી નીચેના દરે કિલોના ભાવે ફરસાણનું ધુમ વેચાણ થઈ રહ્યું છે,
આવા ફરસાણની આઈટમ બનાવતા હાટડા શહેરમાં અસંખ્ય હોય તેની સામે ત્રણ ફરસાણની દુકાનોમાં ઉપરથી સુચના આવતા દરોડા પાડીને ફુડ શાખા સંતોષ માની લેતા,દિવાળીના તહેવાર ટાણે ફુડ શાખાની કામગીરી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.