Mysamachar.in-જામનગર:
વધુ એક વખત જામનગર દક્ષીણ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા અનેરું કાર્ય કરી અન્યોને પ્રેરણારૂપી રાહ ચીંધી છે, ગતરોજ તેમના દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ધારણા કરતા વધુ રકતદાતાઓ ઉમટી પડતા અંતે કેટલાક રકતદાતાઓને વિનંતી સાથે અન્ય કેમ્પમાં રક્તદાન કરવા જણાવવામાં આવ્યું જે કેમ્પની સફળતા દર્શાવે છે.
જામનગર-૭૯ દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મિત્ર મંડળ દ્વારા ગતરોજ કારગિલ વિજય દિવસે પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણી ની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 621 રકતદાતાઓએ રક્તદાન કર્યું હતું, જે રક્ત એકત્ર કરીને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના જરૂરિયાત મંદ દર્દીના ઉપયોગ માટે જમા કરાવી દેવાયું છે.
આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીપટેલ, ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયા, જીએસસી બેંકના ચેરમેન અજય પટેલ, કાલાવડ ના ધારાસભ્ય મેઘજી ચાવડા, નગરના મેયર વિનોદ ખીમસુરિયા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, જૂથના નેતા આશિષ જોશી, પૂર્વ ધારાસભ્યઓ, પૂર્વ શહેર અધ્યક્ષઓ ઉપરાંત શહેરના પૂર્વ મેયરઓ, જામનગર મહાનગરપાલિકાના અન્ય કોર્પોરેટરો, શહેર અને જિલ્લા ભાજપના અગ્રણીઓ, તેમજ શહેરના અન્ય ઉદ્યોગકારો, વેપારીઓ, જામનગર શહેરની જુદી-જુદી સંસ્થાઓના આગેવાનો, શહેરની વિવિધ જ્ઞાતિના આગેવાનો, શહેર ભાજપના વિવિધ મોરચા અને સેલના હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ – મહામંત્રી વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મેગા બ્લડ ડોનેશનમાં ઉપસ્થિત સર્વે રક્તદાતાઓ તેમજ ઉપસ્થિત તમામનો ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આભાર માનવામાં આવ્યો છે.