Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે આજે બપોરના સુમારે પાણીના ખાડામાં ડૂબી જતા ૧૭ વર્ષીય બે કિશોરીઓના મોત નિપજ્યાની દુઃખદ ઘટના સામે આવી છે, જાણવા મળતી પ્રાથમિક વિગતો પ્રમાણે ખેતર નજીક કપડા ધોવા સમયે પાણીના ખાડામાં ડૂબી જતા બન્ને કૌટુંબિક બહેનો પીયુબા જાડેજા અને ભાગ્યશ્રીબા જાડેજાના મોત નીપજતા નાના એવા ગામમાં શોકનું મોજું પ્રસરી વળ્યું છે, ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ સ્થળ પર પહોચી હતી અને બન્ને મૃતદેહોનર પોસ્ટમોર્ટમ અર્થે ખંભાળિયા ખાતે ખસેડવામાં આવ્યા છે.