Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
મીઠાપુર નજીકના હમુસર ગામ પાસે એક માસૂમ શિશુનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ સાંપડતા સ્થાનિકો દ્વારા આ અંગે પોલીસને જાણ કરાઈ હતી આથી મીઠાપુરના પી. આઈ. એસ. ડી. ડાંગર તથા સ્ટાફે આ વિસ્તારમાં દોડી જઈ, તપાસ કરતા આ વિસ્તારમાં કોઈ માતા દ્વારા પોતાની માસુમ બાળકીને ત્યજી દીધાનું ધ્યાને આવ્યું હતું. આટલું જ નહીં, આ નવજાત બાળકીનું માથું તથા બંને હાથ જંગલી જાનવરો કડી ખાઈ લેતા માસુમ બાળા મરણને શરણ થઈ હતી.
આમ, કોઈ નિષ્ઠુર માતાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને જન્મ આપી, માસુમ ફૂલને ત્યજી દેતા અંગે હમુસર ગામના દીપુભા સાવજાભા હાથલે અજાણી સ્ત્રી સામે મીઠાપુર પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે અજાણી યુવતી સામે આઈ.પી.સી. કલમ 318 મુજબ ગુનો નોંધી માતાની શોધખોળ માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવે સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી સાથે માતા સામે ફિટકારની લાગણી પ્રસરી છે.