Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ જી.ઇ.બી. કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન નાયબ ઈજનેર કલ્પેશભાઇ ઠાકોરભાઈ પટેલ તથા તેના મળતીયા બળવંતભાઇ કાનજીભાઇ પોપટ બંને રૂપિયા 5 હજારની લાંચ લેવા સબબ એસીબીએ ટ્રેપમાં 20 વર્ષ પૂર્વે ઝડપાઈ ગયા હતા જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે બન્નેને સજાનો હુકમ કર્યો છે, લાંચિયાઓ કોઈપણ કિસ્સામાં કામ ના કરવું હોય અથવા તો કરવું હોય તો કટકી કરીને જ કરે છે, અને ક્યારેક લાંચના છટકામાં કોઈ ફરિયાદીની જાગૃતતાથી આવી જાય છે, આવો જ એક કિસ્સો બે દાયકા પૂર્વે વર્ષ 2001માં સામે આવ્યો હતો, જેમાં ભાણવડ જીઈબી કચેરીમાં તે સમયે ફરજ બજાવતા નાયબ ઈજનેર કલ્પેશ પટેલે આ કેસના ફરિયાદીની દુકાનમાં સ્ટાફ સાથે જઈ અને ફરિયાદીનું ઇલેક્ટ્રિક મીટર કાઢી ગયેલ જે મીટર પાછું લગાડી આપવા અને કેસ ફાઈલે કરવા 5000 ની લાંચ માંગેલ અને છેલ્લા 4000 રૂપિયામાં નક્કી થયેલ અને તે પૈસા વચેટિયા બલવંત પોપટની દુકાને દેવાનું નક્કી થયેલ અને આ એસીબીએ સફળ ટ્રેપ કરી બન્ને શખ્સોને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા આ કેસ…
બીજા એડીશ્નલ સેશન્સ જજ ખંભાલીયાની કોર્ટમાં કેશ ચાલી રહ્યો હતો, જેમાં રજુ થયેલ ચાર્જસીટ બાદ ન્યાયીક કાર્યવાહી દરમિયાન એસીબી દ્વારા રજુ થયેલ ફરીયાદી, પંચ, તપાસ કરનાર અમલદાર વિગેરેના મૌખિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ સરકારી વકીલ એલ.આર.ચાવડાની રજુઆત ધ્યાને લઇ, સેકન્ડ એડીશ્નલ સેશન્જ જજ ડી.ડી.બુધ્ધદેવએ આરોપી કલ્પેશભાઇ ઠાકોરભાઇ પટેલ નાયબ ઇજનેર જી.ઇ.બી. ભાણવડ વર્ગ-1 ને એક વર્ષની સાદી કેદની સજા તથા 2000 નો દંડ અને જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા તથા ભૂ.નિ.અધિ.સને 1988 ની કલમ 13 (1)(ધ) તથા 13(2) મુજબ બે વર્ષની સાદી કેદની સજા તથા 5000 દંડ જો દંડ ન ભરે તો છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે, તેમજ આરોપી બળવંતભાઈ કાનજીભાઇ પોપટને એક વર્ષની સાદી કેદની સજા તથા 2000 દંડ જો દંડ ન ભરે તો ત્રણ માસની સાદી કેદની સજા કરવામાં આવી છે.