mysamachar.in-જામનગર:
લોકોની વચ્ચે રહી અને લોકસંપર્કો યથાવત રાખવા એજ મારો મંત્ર છે..આ શબ્દો છે..કાલાવડ વિધાનસભા મત વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ અગ્રણી મેઘજી ચાવડાના…તેવોએ જામનગરથી સૌ પ્રથમ શરૂ થયેલ ન્યૂજ વેબ પોર્ટલ Mysamachar.in ઓફીસ ની શુભેચ્છા મુલાકાત લીધી….આ મુલાકાત દરમિયાન તેવોએ ન્યૂજ એડિટર રવિ બુદ્ધદેવ સાથે વાતચીત કરી અને મેનેજિંગ એડિટર દર્શન ઠક્કર ને પણ જામનગર થી સૌપ્રથમ વેબ પોર્ટલ શરૂ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા..Mysamachar.in ને આધુનિક યુગમા સમાચારોના ઝડપી ફેલાવા માટે ખુબ મોટું પરિબળ ગણાવ્યું હતું..
વધુમા પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડા એ પોતાની મુલાકાત દરમિયાન કાલાવડ મતક્ષેત્ર વિષે વાતચીત કરતાં જાણાવ્યું કે હોદા ના મોહ વગર હું લોકસેવા કરવા માટે બંધાયેલો છુ…અને આજની તારીખે પણ ધારાસભ્યપદે ના હોવા છતાં પણ મતવિસ્તારમાં સક્રિય રહીને દર સોમવારે જામનગર સર્કિટ હાઉસ અને દર મંગળવારે તેવો ગાંધીનગર ખાતે લોકપ્રશ્નો ની રજુઆતો સાંભળી અને તેનો યથાયોગ્ય નિકાલ થાય તેવા પ્રયાસો કરી અને તેવો સક્રિય છે..અઠવાડિયા ના આ બે દિવસ ઉપરાંત બાકીના દિવસોમાં તેવો કાલાવડ,ધ્રોલ અને જોડિયા ખાતે લોકસંપર્ક કરી અને લોકોંની વચ્ચે એક સક્રિય કાર્યકર તરીકે ની સેવા બજાવી રહ્યા હોવાનું પોતાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું…