mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર જીલ્લામાં તાજેતરમાં જ રિલાયન્સ કંપની વિરુદ્ધ કાનાલુસના ગ્રામજનો દ્વારા મંદિરે જવા રસ્તાના તેમજ પ્રદૂષણના પ્રશ્ને તંત્રને રજૂઆત કર્યા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દેવળીયા નજીક આવેલ પહેલા એસ્સાર અને હવે નયારા એનર્જી કંપની સામે ખેડૂતોએ વિવિધ પ્રશ્ને આંદોલન ચલાવવામાં આવ્યુ હતું,
તેવામાં કુરંગા સ્થિત આવેલ RSPL ઘડી કંપનીની હદમાં આવેલી ખેડુતોની જમીનમાં કંપની દ્વારા દૂષિત પાણી છોડવામાં આવેલ હોઇ આ મામલે ખેડુતોની છેલ્લા ઘણા સમયથી ફરિયાદ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું ન હતું,પરંતુ આ કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ મામલે મીડિયામાં અહેવાલો ચમકતા થયા હોવાથી જેના પગલે આખરે ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ ખેતરમાં દૂષિત પાણીના નમુના લેવા પહોચ્યા હતાં,જામનગર પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ દૂષિત પાણીના 4 જગ્યાએથી નમુના લીધા હતાં અને કંપની દ્વારા દરિયામાં છોડવામાં આવતા પાણી અને કેનાલની સ્થળ મુલાકાત પણ લઈ કંપનીના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપેલ હતી,ત્યારે હવે લેવાયેલ સેમ્પલના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.આ સેમ્પલ આવ્યા બાદ કંપની વિરૂધ્ધ પ્રદૂષણ બોર્ડ દ્વારા શુ પગલા લેવામાં આવે છે તે જોવું રહ્યુ,
ઘણા સમયથી ઘડી કંપની દ્વારા ખેડુતોને હેરાનગતીના કારણે સ્થાનિક ખેડૂતોનો કંપની વિરૂધ્ધ ભારે રોષ વ્યાપ્યો છે,ત્યારે રાજમાર્ગ સહિત અનેક ફરિયાદ ખેડૂત દ્વારા કરવામાં આવેલ છતા તંત્રના પેટનું પાણી ન હલતુ હોય અધિકારીઓ ખેડૂતની વ્યથા સાંભળવા અને તપાસમાં ઢીલી નીતિ દાખવી રહ્યા છે તેવી પણ ફરિયાદ ઉઠવા પામી હતી,
જામનગરથી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ કુરંગા RSPL ઘડી કંપનીમાં ખાનગી માલિકીની ખેડુતોની જમીનમાં કંપનીના દૂષિત પાણીના સેમ્પલ લેવા પહોચ્યા હતાં ત્યારે કંપની દ્વારા પ્રદૂષણના અનેક નીતિ નિયમો કંપની દ્વારા તોડવામાં આવી રહ્યા હોવાના દ્રશ્યૌ કેમેરામાં કેદ થયા હતાં.
અંતે જામનગર પ્રદૂષણ બોર્ડ જાગ્યું ખરા!
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કુરંગા પાસે આવેલ RSPL કંપની સામે ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રદૂષણ સહિતના મામલે કંપની સામે અનેક ફરિયાદો છતાં ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા કંપનીની કથિત પીઠું બનીને આંખ આડા કાન કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો,તેવામાં આ કંપની સામે ખેડૂતોના પ્રશ્નોની વાચા આપવા માટે મીડિયામાં વારંવાર અહેવાલો ચમકતા નાછૂટકે પ્રદૂષણ બોર્ડના અધિકારીઓએ કંપની સામે કાર્યવાહી માટે શરૂઆત કરી છે ત્યારે આ મામલે Mysamachar.in ને જામનગર પ્રદૂષણ બોર્ડના અધિકારી દવેએ આપેલ પ્રતિક્રિયામાં જણાવ્યુ હતું કે કંપની સામે વ્યાપક ફરીયાદો ઉઠતાં સ્થળ તપાસ કરીને ૪ સ્થળોએ થી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા,આ નમૂના ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવશે,જેનો રિપોર્ટ ૧૫ દિવસે આવશે તેમ જણાવ્યુ હતું.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.