mysamachar.in-જામનગર:
બહુ ઓછા લોકોને ખબર હશે કે જામનગર જિલ્લાના ધ્રોલતાલુકાના હજામચોરા ગામના પનોતા પુત્ર કર્નલ વનરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ કારગીલ વોરમાં રાજપુતાના રાઈફલ્સ દ્વારા દુશ્મનો સામે સામી છાતીએ લડીને વિજય મેળવવામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવતા કર્નલ વનરાજસિંહ જાડેજાની ખુમારીને ભારતીય સેના દ્વારા પણ બિરદાવવામાં આવી છે,કારગીલ લડાઈને 1999 થી 2001 ઓપરેશન વિજય નામ આપવામાં આવ્યું હતું,આ ઓપરેશનમાં હજામચોરાના પનોતા પુત્ર એવા કર્નલ વનરાજસિંહ જાડેજાની દિલધડક કામગીરી કરવા બદલ ભારતીય સેના દ્વારા અસાધારણ નેતૃત્વ ગુણો,અને હિંમત દર્શાવવા બદલ તેમને(COAS) કમન્ડેશન કાર્ડ અને બે(GOC-I-C)કન્ડેશન કાર્ડથી પણ સન્માનિત કરાયા છે
કર્નલ વનરાજસિંહ જાડેજા 1982 થી ભારતીય સેનામાં ભરતી થયા બાદ 17 વર્ષ બાદ નિવૃતી હોય છે અને નિવૃત થયા બાદ કર્નલ વનરાજસિંહ જાડેજાને અન્ય સ્થળે સારી એવી નોકરી સરકાર આપે પણ વનરાજસિંહ જાડેજાએ 17 વર્ષની આર્મી સર્વિસ ઉપરાંત 19 વર્ષ આર્મીમાં સેવા આપવાનો નિર્ણય લઈને 43 વર્ષ યુનિફોર્મ કોડમાં સેવા આપીને તાજેતરમાં સેવામુક્ત થયા છે ત્યારે દેશ સેવા માટે નિવૃત્તિ ન સ્વીકારીને માં ભોમના સપુત વનરાજસિંહ જાડેજાએ લગલગાટ 43 વર્ષ સુધી આર્મીમાં સેવા આપીને દેશભક્તિનું પ્રેરણાદાયક ઉદાહરણ આપેલ છે કારગીલ માં મહત્વની ભૂમિકા ભજવનાર રાજપુતાના રાઇફલ્સના કર્નલ વનરાજસિંહ જાડેજાને…સેલ્યુટ