Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
આગામી હોળીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ફૂલડોલ ઉત્સવ ઉજવશે. ત્યારે ફૂલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં દ્વારકા ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ તકે કલેકટર રાજેશ તન્નાએ આગામી હોળીના તહેવાર ઊજવાતા ફૂલડોલ ઉત્સવ લઈને બહોળી સંખ્યામાં પધારતા દર્શનાર્થીઓ માટે ખાસ માર્ગ સલામતી, સ્વચ્છતા, આરોગ્ય, પાર્કિંગ વ્યવસ્થા, સી.સી.ટી.વી કેમેરાથી દેખરેખ રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા, તેમજ વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેની તકેદારી રાખવા સહિત દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તકેદારી રાખતા સહિત તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી લેવા માટે સંબંધિત વિભાગોને સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી દ્વારકા હિમાંશુ ચૌહાણ, નાયબ કલેક્ટર એમ.બી.દેસાઈ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ, હોટેલ એસોસિએશનના સભ્યો, પૂજારીઓ, દેવસ્થાન સમિતિના સભ્યો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.