Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
રાજ્ય સરકાર દ્વારા જ્યોતિ ગ્રામ યોજના અન્વયે લોકોને અપાયેલું વચન ખોટું ઠરી રહ્યું હોયતેવો ઘાટ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક ખંભાળીયા તાલુકાના ગામડાઓમા ઘડાયો છે, જેથી ગ્રામજનોને ત્રાસ થાય છે અવિરત રહેલી આ સમસ્યા દૂર થાય તે જરૂરી છે હાલની કાળઝાળ ગરમીમા પણ વીજવિભાગનો આ ડામ કારમો લાગે તે દેખીતુ છે, રાજ્ય સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના અન્વયે 24 કલાક વીજળી આપવાના જે દાવા કરવામાં આવ્યા છે તે ખંભાળિયાના ગ્રામ્ય પંથકમાં પોકળ સાબિત થઇ રહ્યા છે.પીજીવીસીએલ દ્વારા જ્યોતિગ્રામ યોજના અન્વયે 24 કલાક તો ઠીક સપ્તાહ સુધી થ્રિફેશ કે સિંગલફેશ વીજળી ન મળતા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. અને અવારનવાર ઉઠતી રહે છે,
જ્યોતિગ્રામ યોજના અંતર્ગત ગામડાઓમાં પણ 24 કલાક વિના વિક્ષેપે વીજળી પુરી પાડવામાં આવી રહી છે. તેમજ ખેતીવાડી વિસ્તારમાં 8 કલાક વિના વિક્ષેપથી થ્રીફેશ અને ત્યારબાદ 16 કલાક સિંગલ ફેશ વીજળી વિના વિક્ષેપે આપવાની છે.પરંતુ ખંભાળિયાના હંજડાપર ગામની હકીકત એ પ્રકારની છે કે જ્યોતિગ્રામ યોજનામાં 24 કલાક વિના વિક્ષેપે વીજળી આપવાની વાત તો દૂર રહી 24 કલાકમાં અવારનવાર વીજ વિક્ષેપ સર્જાય છે. જયારે વીજ વિક્ષેપ થાય ત્યારે 15 મિનિટથી 30 મિનિટ અને ક્યારેક તો 4- 4 કલાક સુધીનો વીજ વિક્ષેપ હોવાની ફરીયાદો પણ ઉઠી છે. જ્યારે ખેતીવાડી યોજનામાં સતત 8 કલાક થ્રી ફેશ વીજળી અત્યાર સુધીમાં ભાગ્યે જ અપાઈ છે. ક્યારેક એક કલાક તો ક્યારેક બે કલાક વીજળી આપવામાં આવે છે.તો ક્યારેક ક્યારેક સતત એક સપ્તાહ સુધી થ્રીફેશ કે સિંગલફેશ વીજળી આવતી જ ન હોવાનું લોકોમાંથી જાણવા મળ્યુ છે