Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદમાં ‘અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રોસેસિંગનું મહત્ત્વ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારની શરૂઆતમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાના વરસાદી અહેવાલની પ્રશંસા કરી હતી તેવાઓએ તેમના ઉદ્બોધનમાં કહ્યું કે….
“મીડિયા બતાવે છે કે વરસાદ આવ્યો છે, અહીં આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા, તો હવે આમાં મારે શું લેવું જોઈએ? નેગેટીવ કે આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે. આવું ના બતાવવું જોઈએ. એવું ના હોય, એ આપણને ચિત્ર જે દેખાડે છે, કે ભાઈ અહીં આગળ તમારે પહોંચવાની જરૂર છે, પોઝિટિવ હરહંમેશા સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં, અને આટલું બધું એ લોકો એમના જીવના જોખમે દોડતા હોય છે અને એમાંય આપણને એમ થાય કે યાર આ આવું બતાડે છે. એવું ન હોઈ શકે. બધા સાથે રહીશું તો કામ થવાનું છે.”
વધુમાં તેમણે કહ્યું, “અને હંમેશા જે કોઈ તમારું બતાડે છે, જે પણ બતાડે છે, જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું, તો જ આપણે વિકસિત ભારત તરફ આગળ વધીશું.(file image)