Mysamachar.in-આણંદ
એકલા રહેતા સીનીયર સીટીઝન દંપતીના ઘરે રેકી કરી લુંટ કરવાના ઇરાદે આવેલ બે આંતરરાજ્ય ચોરી લુંટ કરનાર ટોળકીના સાગરીતોને પિસ્તોલ,જીવતા કારતુસ ખંજર, મરચું પાઉડર જેવાં લુંટ કરવાના સાધનો તથા ચોરીના મો.સા. સાથે પકડી પાડી લુંટ કરવાના પ્લાનને નિષ્ફળ બનાવવામાં આણંદ જીલ્લાની વાસદ પોલીસને સફળતા મળી છે, નેશનલ હાઈવે નંબર-48 ઉપર ગેરકાયદેસર પ્રવૃતિ ઉપર વોચ રાખી મિલ્કત સબંધી ગુનાઓ કરનાર ગુનેગારોને પકડવા પોલીસ પેટ્રોલીંગ દરમ્યાન એક નંબર પ્લેટ વગરના મો.સા.ઉપર બે શકમંદ ઇસમો પકડાયેલ જેઓ આરોપી કિશોર અર્જુનભાઈ લાધુજી તોસવાડા જય જલારામનગર સોસાયટી, પેચવટી સર્કલ, ગોરવા વડોદરા શહેર, નાએ વડોદરા મિરાજ મોલ સામે આવેલ એક સોસાયટીમાં બંગલામાં એકલા રહેતા.
સીનીયર સીટીઝન દંપતીને ત્યાં કુલીંગ કામ કરેલ જ્યાં મોટી રકમ મળવાની સંભાવના હોય દિનેશ નારાયણલાલ કેશાજી ગુર્જર તથા હિમ્મત નરોજી પોકરજી ગુર્જરને ઉપરોકત માહિતી બાબતે બોલાવી અગાઉ રેકી કરી ત્યાં લુંટ કરવાના ઇરાદે આવેલ હોય જેઓને ગેરકાયદેસર હથીયાર તથા લુંટ કરવાના સાધનો અને ચોરીના મો.સા. સાથે પકડી પાડી ચોરીનો ગુનો- 01 શોધી તથા સીનીયર સીટીઝન દંપતી એકલા રહેતા હોય તેમને ઘરે લુંટ કરવાના પ્લાનને નિષ્ફળ બનાવી આરોપીઓને પકડી પાડી તેઓ વિરુધ્ધ વાસદ પોસ્ટ ખાતે ગુનો રજિસ્ટર કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.
ઝડપાયેલા આરોપીઓ આંતરરાજ્ય ચોરી લુંટ કરનાર ટોળકી સાથે રહી મકાનોની રેકી કરી રોકડા રૂપીયા તથા કિમતી વસ્તુઓ તેમજ મો.સા. વિગેરેની ચોરી લુંટ કરવાની એમ.ઓ, ધરાવે છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓના કબજામાં એક દેશી બનાવટની પિસ્તોલ કિ.રૂ.50,000/-, બે જીવતા કારતુસ કિ.રૂ.100/-, એક ખંજર કિ.રૂ. 25/- તથા મરચું પાઉડર, એક હિરો કંપનીનો સ્પેલન્ડર પલ્સ મો.સા, કિ.રૂ.25,000/- કબજે કર્યા છે.