Mysamachar.in-આણંદ:
ઓનલાઇન ખોટા બીલો જનરેટ કરી કસ્ટમરની જાણ બહાર ગેસ સિલીન્ડરો બારોબાર વેચી દઇ છેતરપિંડી અંગેનું મસમોટા કૌભાંડને આણંદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યું છે, આણંદ લાલા આર્કેડમાં આવેલ આદર્શ ભારત ગેસ નામની એજન્સીમાં રાંધણગેસની બોટલો ઓનલાઇન કસ્ટમરના લીંક કરેલ મોબાઇલ નંબર ઉપર કસ્ટમરની સંમતિ વિના બુકીંગ, ડીલીવરી, કેસમેમો વગેરેના ટેકસ મેસેજો જનરેટ કરી ખોટા ઓનલાઇન બીલો ફસ્ટમરોના નામે જનરેટ કરી બારોબાર ગેસ સીલીન્ડરો વેચી દઇ મસમોટો આર્થિક નફો મેળવતા હોય જે આધારે અહી રેઇડ કરી એજન્સીના કોમ્પ્યુટર સીસ્ટમો ચેક કરતા….
સીસ્ટમમાંથી BA5- Booking નામની વેબસાઇટ ઉપરથી રાંધણગેસ ધારકોને મેસેજ મોકલી દરરોજના ખાશરે 40 થી 50 સીલીન્ડરો ઓનલાઇન ખોટા બીલો બનાવી બારોબાર વેચી દેતા હોવાના ગુનાહિત ટેકનીકલ પુરાવા મળી આવેલ હોય અને આ પ્રકારની ઓનલાઇન છેતરપિંડી તેઓ ઘણા લાંબા સમયથી કરતા હોય અને આવશ્યક ચીજવસ્તુ ધારાનું સરેઆમ ઉલ્લંઘન કરી નાગરીકો તથા સરકારને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાનું જણાઇ આવતા સાયબર ક્રાઇમ પો.સ્ટે.માં કામીલભાઇ ઇનાયતભાઇ વ્હોરા વિરુદ્ધ IPC કલમ 406,420 તથા IT Act. કલમ 66(C), 65(D) તથા આવશ્યક ચીજવસ્તુ ધારા કલમ 3,7 મુજબની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. અને વધુ ટેકનીકલ પુરાવા આધારે સઘન તપાસ પ્રગતિમાં છે.