Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લાના સીકકા ગામ ખાતે વસવાટ કરતા નિલમબેન નામની મહિલાના લગ્ન ભાવેશભાઈ સાથે થયેલા અને લગ્ન જીવન દરમ્યાન તેમને એક પુત્રી અને એક પુત્ર સંતાનમાં હોય જે બાદ નિલમબેનના પતિનું કેન્સરની બીમારીથી મુત્યુ થઈ ગયેલ હોય, જેથી આ નીલમબેન તેમના બંન્ને સંતાનો સાથે સીકકા મુકામે એકલા વસવાટ કરતા હતા, એવામાં તા14 ઓગસ્ટ 2025 ના રોજ તીક્ષ્ણ હથીયારોની ઈજાઓથી માર મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા તેઓને હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ અને તેમને તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે અને માથાના ભાગે માર મારેલ હોવાથી તેમનું મૃત્યુ થયેલ હોવાનું પોસ્ટમોર્ટમ રીપોર્ટ પરથી ફલિત થયેલ…
આ બાબતે મરણ જનાર નિલમબેનના ભાઈએ જામનગર જીલ્લાના સીકકા પોલીસ સ્ટેશનમાં આરોપી સુખદેવસીહ વિરાજી જાડેજા વિરુદ્ધ ફરીયાદ જાહેર કરેલ અને તેમાં જણાવેલ કે, આ આરોપી તેમની બહેન સાથે ધરારથી પ્રેમ સંબંધો રાખવા વારંવાર દબાણ કરતા અને ડરાવતા ધમકાવતા અને ફરીયાદીના બહેન નીલમબેન તેમના વશ ન થતાં તેમને મોતને ઘાટ ઉતારી દીધેલ, તે બાબતની ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ,
તેથી આરોપીએ જામીન અરજી દાખલ કરતા, તેમાં આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે બનાવ બનેલ છે તેમાં ચાર્જશીટ થઈ ગયેલ છે, તે સમગ્ર ચાર્જશીટનો અભ્યાસ કરવામાં આવે તો કોઈ દાર્શનીક સાહેદો નથી, નજરે જોનાર કોઈ જ સાક્ષી નથી અને માત્ર અને માત્ર અનુમાનીત કારણોથી હાલની ફરીયાદ જાહેર કરેલ છે.તેમાં જણાવેલ કે, આ આરોપી તેમની બહેન સાથે ધરારથી પ્રેમ સંબંધો રાખવા વારંવાર દબાણ કરતા અને ડરાવતા ધમકાવતા અને ફરીયાદીના બહેન નીલમબેન તેમના વશ ન થતાં તેમને મોતને ઘાટ ઉતારી દીધેલ, તે બાબતની ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ,કોઈ જ પ્રબળ પુરાવો ન હોવાથી આરોપી સામે કોઈ દાર્શનીક સાહેદો ન હોય અને તેમના સામે કોઈ જ પ્રથમદર્શનીય કેશ ન હોય, જેથી તેમને જામીન મુકત કરવા જોઈએ,
તેની સામે ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપીના ઓડીયો કલીપ અને સી.ડી.આર. કબજે કરવામાં આવેલ છે અને તેમનો મોબાઈલ ફોન કબજે કરી અને એફ.એસ.એસ.એલ ખાતે સ્ક્રીપ્ટ પંચનામાની વિગતે તૈયાર કરી અને મોકલવામાં આવેલ છે, તે સ્ક્રીપ્ટ ધ્યાને લેવામાં આવે તો પણ આ કામના આરોપીની મરણજનાર સાથે સંપર્ક બાબતોના પુરાવાઓ છે, અને આરોપીનું રીકંન્ટ્રકશન અંગેનું પંચનામું પણ થયેલ છે, તે હકિકતો પણ ધ્યાને લેવી જરૂરી છેતેથી આરોપી સામે કોઈ પ્રથમ દર્શનીય પુરાવો નથી અને પ્રબળ પુરાવો નથી, તેવી દલીલો ટકી શકે નહી અને આ એક હીન્યસ ઓફેન્સ છે અને આ કેશમાં સજાની જોગવાઈઓ આજીવન કેદની અને ફાંસીની સજાની જોગવાઈઓ છે અને એક વિધવાને ધરાર સંબંધ રાખવાના દબાણ અને તે દબાણને વિધવા વશ ન થતાં આ રીતે બેરહેમીથી મોતને ઘાટ ઉતારેલ હોય, આ પ્રકારના જનુની આરોપીને જામીન મુકત કરવા ન જોઈએ,
જે બાદ અદાલતે તમામ દલીલો અને ચાર્જશીટ અને તમામ પુરાવો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ ૨જુઆતો ધ્યાને લઈ અને આરોપી સુખદેવસીંહ સુખુભા વિરાજી જાડેજા રે.સીકકાની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ આ કેશમાં મુળ ફરીયાદી જયદીપભાઈ અરવીંદભાઈ વ્યાસ તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી, મુછડીયા તેમજ ક૨ણ કે. પટેલ રોકાયેલા હતા.






















































