Mysamachar.in-મોરબી:
રાજ્યમાં દિનપ્રતિદિન માર્ગ અકસ્માતોની સંખ્યા વધવા લાગી છે, એવામાં મોરબી જીલ્લાના માળીયા હાઇવે રક્તરંજિત બન્યો હતો અને દર્શનાર્થે જતાં ગોંડલિયા પરિવારને અક્સ્માત નડ્યો હતો જે હજુ નજર સમક્ષ છે ત્યા જ આજે માળીયા (મી) તાલુકાના સોનગઢ ગામ નજીક આજે વધુ એક અક્સ્માત સર્જાયો છે જેમાં એક બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે જેમાં બસની પાછળના ભાગે ટેલર નંબર RJ 06 GD 1139 ની ટક્કર થતા બસ રોડ પરથી ખેતરમાં ઉતરી ગઈ હતી જોકે આ અકસ્માતમાં કોઈ જાનહાની થયા હોવાની સામે આવ્યું નથી પરંતુ આ રીતે રોજબરોજ વધતા જતાં અકસ્માતના બનાવો ગંભીર અને ચિંતાજનક બાબત ગણી શકાય છે.



























































