Mysamachar.in-અમદાવાદ:
જામનગરમા આજે એક વેપારી સાથે જૂની નોટો બદલી કમિશન આપવાની લાલચ મા ૬૧ લાખની છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ આરોપીઓ સુધી પહોચવા કવાયત હાથ ધરી છે,ત્યાં જ નોટબંધીમા રદ જાહેર કરવામાં આવેલ લાખોની ચલણી નોટો નદીમાંથી મળી આવતા ભારે આશ્ચર્ય સર્જાયું છે,
૮ નવેમ્બર,૨૦૧૬ના રોજ નોટબંધીની જાહેરાત કરવામા આવી હતી અને રૂ. ૫૦૦-૧૦૦૦ની જુની ચલણી નોટો રદ કરી હતી. જોકે નોટબંધી કર્યાના લગભગ 3 વર્ષ બાદ પણ લોકો પાસે હજુ કરોડોની કિંમતની જૂની નોટો પડી હોય તેમ લાગી રહ્યું છે.એવામાં આજે અમદાવાદ શહેરના દૂધેશ્વર નજીક સાબરમતી નદીમાંથી રૂ. ૧૩ લાખની કીમતની રદ થયેલ ૫૦૦-૧૦૦૦ના દરની જૂની ચલણી નોટોના બંડલો મળી આવ્યા છે.મળી આવેલ આ મતા કોની છે, અને તેને કોણ ફેંકી ગયું? તે અંગે તપાસ ચાલી રહી છે.