mysamachar.in-જામનગર
જામનગર નો બ્રાસ ઉદ્યોગ વિશ્વ પ્રસિદ્ધ ઉદ્યોગ છે,આ ઉદ્યોગ માટે એવું પણ કહેવાય છે કે પેનથી માંડીને પ્લેનના પાર્ટ પણ આ જ ઉદ્યોગ પુરા પાડે છે…નાના મોટા કારખાનાઓ અને ઇન્ડસ્ટ્રીઝ નો સમન્વય એટલે જામનગર નો બ્રાસ ઉદ્યોગ..આટલા વિશાળ ઔદ્યોગિક ક્ષેત્રનું સંચાલન વર્ષોથી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે..ઉદ્યોગકારો ને લગતાપ્રશ્નો,સુવિધાઓ અને તંત્ર સુધી અવાજ પહોચાડવા માટે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની ભૂમિકા કાયમી ને માટે ખુબજ મહત્વની રહી છે,
ત્યારે હાલ જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખપદે જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ લાખાભાઈ કેશવાલા ની તાજેતરમાં જ વરણી થઇ છે ત્યારે આજે તેવો એ જામનગરના સૌપ્રથમ ન્યુઝ વેબપોર્ટલ mysamachar.in ની મુલાકાત લઇ ન્યુઝ એડિટર રવિ બુદ્ધદેવ મેનેજીગ એડિટર દર્શન ઠક્કર સાથે બ્રાસ ઉદ્યોગ ને સતત વેગવંતો બનાવીને તેને નવી ઉંચાઈઓ પર લઇ જઈ શકાય તે અંગેની માહિતીઓ વર્ણવી હતીલાખાભાઈ કેશવાલા શહેર જીલ્લા ઉપરાંતની કેટલીય સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ તો છે ઉપરાંત તેવો અગાઉ વર્ષ ૨૦૧૫/૧૬ મા ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રહી ચુક્યા છે તો વર્ષ ૨૦૧૨/૧૩ અને ૨૦૧૩/૧૪ મા જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ પણ રહી ચુક્યા છે,તો ફરીથી તેવો તાજેતરમાંજ વર્ષ ૨૦૧૮/૧૯ માટે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવતા તેવોએ આવનાર વર્ષ માટે બ્રાસઉદ્યોગના વિકાસને લઈને અનેક રૂપરેખાઓ તેમણે તૈયાર કરી છે
લાખાભાઈ એ વાતચીત કરતાં જણાવ્યું કે કોઈ સંસ્થા મેટાલેબ ચલાવતી હોય તેવી જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન એકમાત્ર સંસ્થા છે, ૧૦ વર્ષ પૂર્વે બનેલ મેટાલેબ હવે આધુનીકરણ માંગતી હોય તેના આધુનીકરણ અને ઉદ્યોગકારોની સરળતા માટે સરકાર પાસે ૮૦/૨૦ ની સ્કીમ હેઠળ રૂપિયા ૬૦ લાખની માગણી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે,જો તે મંજુર થાય તો મેટાલેબ આધુનિક સ્વરૂપ ધારણ કરશે સાથે NABL સર્ટીની પણ કેન્દ્ર સરકાર પાસે રજૂઆત કરવામાં આવી છે,
જયારે તેવોને જીએસટી ની ઉદ્યોગ પર અસર વિષે પૂછવામાં આવ્યું ત્યારે તેવોએ જીએસટીનો કાયદો ખુબ જ સારો છે પણ કયાંક ને કયાંક અમુક ઉદ્યોગકારોમા આ કાયદાની સમજણ ને અભાવે જીએસટી ના કાયદાની મુશ્કેલી અનુભવનાર ઉદ્યોગકારો નો વર્ગ ખુબ જ ઓછો હોવાનું તેમણે જણાવવા સાથે આવનાર વર્ષોમા જામનગરના બ્રાસ ઉદ્યોગમાં ક્યારેય ના યોજાયું હોય તેવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું બ્રાસ પ્રોડક્ટ નું એક્ઝીબીશન જામનગરના આંગણે આયોજિત કરવા માટે લાખાભાઈ અને તેની ટીમ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે,જેમાં દેશ વિદેશના ઉદ્યોગકારો અને નિષ્ણાતો ભાગ લઇ અને ટેકનોલોજી ની આપ લે કરશે
તો ગ્રીન પ્રોજેક્ટ હેઠળ જામનગર ના ઉદ્યોગનગર મા ૧૦૦૦ જેટલા વૃક્ષોનું પણ વાવેતર આગામી દિવસોમાં કરવામાં આવશે,આમ લાખાભાઈ કેશવાલા વધુ એક વખત ફેક્ટરી ઓનર્સ ના પ્રમુખપદે નિમણુંક પામતા આગામી દિવસોમાં બ્રાસઉદ્યોગને લગત પ્રશ્નો સહિતની બાબતોને સતત વાચા આપવા સતત સક્રિય રહેશે તેવો કોલ પણ તેને mysamachar.in સાથેની વાતચીત દરમિયાન આપ્યો.