mysamachar.in-અમદાવાદ
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે,પણ કેવી અને કેટલી તેના થી સૌ કોઈ વાકેફ છે,એવામાં સાંજ પડે ને બંધાણીઓ જયારે બોટલ શોધતા હોય અને તેમાં પણ જો કોઈ બ્રાન્ડેડ બોટલ મળી જાય પછી તો શું..?પણ આવી બ્રાન્ડેડ બોટેલ પીતા પહેલા ધ્યાન રાખજો કારણ કે અમદાવાદમા થી પ્રસિદ્ધ કંપનીઓ ની બોટેલમા ડુપ્લીકેટ દારૂ ભરવાના રેકેટ નો પોલીસે પર્દાફાશ કર્યો છે,
શહેરમાં રહેતા અને દારૂ વેચાણ ના ધંધા સાથે સંકળાયેલા વિકી અને મંદિપ નામના બંન્ને શખ્સો નકલી વિદેશી દારૂ બનાવીને તેને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરીને ખૂબ ઊંચી કિંમતે વેચાણ કરતાં હોવાનું પોલીસને સામે આવ્યું છે,.ઝડપાયેલા શખ્સોના રહેણાંકમા થી પોલીસે નકલી દારૂનો જથ્થો, ઉંચી બ્રાન્ડના સ્ટીકર અને દારૂની બોટલો પણ કબજે કરવામાં આવી છે,
વિકી અને મંદિપ બંન્ને શખ્સો નકલી વિદેશી દારૂ બનાવીને તેને બ્રાન્ડેડ દારૂની બોટલમાં ભરીને ખૂબ ઊંચી કિંમતે વેંચતા હતા..વાડજ પોલીસે રામદેવ ટેકરા નજીક આવેલા તેમના નિવાસ્થાને રેઈડ પાડીને આ કારોબારનો પર્દાફાશ કર્યો હતો.પોલીસને ઘરમાંથી દારૂ બનાવવાની સામગ્રી, બ્રાન્ડેડ દારૂની બોટલ અને નકલી દારૂ બનાવેલી ૯૫ બોટલ મળી આવી હતી.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીઓ સસ્તા ભાવે વિદેશી દારૂની ખરીદી કરતા હતા.ત્યારબાદ તેને કેરબામાં ભરી તેમાં પાણી અને કોલ્ડ્રીંક્સ ભેળવતા હતા.આ નકલી દારૂ બ્રાન્ડેડ વિદેશી દારૂની બોટલમાં ભરી તેના પર સ્ટીકર લગાવી દેતા હતા.આ બોટલના તે ૧૫૦૦ થી ૨૦૦૦ રૂપિયામાં છેલ્લા એક મહિનાથી બંન્નેએ આ રીતે પ્યાસીઓને નકલી બોટલો પહોચાડવાનું શરૂ કર્યું હતું,
પોલીસે મોંઘી બ્રાન્ડમાં હલકા દારૂ ભરવાનું કૌભાંડ ઝડપી બને શખ્સોને દબોચી લીધા બાદ વધુ તપાસ હાથ ધરી છે.