Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાલુશ સુફલ મંડલ નામનો ઈસમ મેડીકલ ડોકટરને લગતી ડિગ્રી ધરાવતાના હોવા છતા આ શખ્સ દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ-અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે. તેવી હકિકત આધારે રેઇડ કરી કબ્જામાથી મેડીગોલ્ડ કંપનીનું સ્ટેથો સ્કોપ, બી.પી.ઇન્સ્ત્રુંમેન્ટ ડી.એન.એસ. ગ્લુકોઝના 500 એમ.એલ ના પ્રવાહી ભરેલ બાટલા નંગ-2 તથા આર.એલ. ગ્લુકોઝના 500 એમ.એલ. ના પ્રવાહી ભરેલ બાટલો નંગ-1 ડિસ્પોન કંપનીના ઈજેકશન નંગ-19, બેડેક્ષ ફોર્ટે ઈન્જકશન વાઈલની બોટલ જુદી-જુદી કંપનીઓની દવાઓ કુલ આ તમામ મુદામાલ કજે કરી પોલીસ હેડ કોન્સ હર્ષદભાઈ ડોરીયાએ આ શખ્સ વિરૂધ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ આપી કાયદેસર કાર્યવાહી કરેલ છે.