mysamachar.in-જામનગર:
સંતશ્રી જલારામ બાપાની આગામી તા.૧૪ નવેમ્બર બુધવારના રોજ જન્મજયંતિ નિમિતે જામનગર શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પરંપરાગત રીતે ઉજવવા માટે આયોજન કરવામાં આવ્યું છે,
સંતશ્રી જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે આગામી તા.૧૦ નવેમ્બરના રોજ રાત્રે ૯ કલાકે નામાંકિત લોકસાહિત્ય કલાકાર પારસ પાંધી તેમજ હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાના લોકડાયરાના કાર્યક્રમનું આયોજન જલારામ નગર પ્રદર્શન મેદાન સાત રસ્તા પાસે રાખેલ છે,તા.૧૧ના રોજ સાંજે ૫.૩૦ થી ૯.૩૦ સુધી રઘુવંશી સમાજના ભાઈબહેનો તથા બાળકો માટે રાસ-ગરબા સ્પર્ધાનું આયોજન કરાયું છે, તા.૧૩ના રોજ સાંજે ૫ થી ૭ કલાક દરમ્યાન મહિલા સ્વયં સેવક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે,
દરમ્યાન તા.૧૪ના રોજ સંતશ્રી જલારામ બાપાની જન્મજયંતિના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અન્વયે જામનગર લીમડા લાઇન પાંજરાપોળ ખાતે વહેલી સવારે ૭.૩૦ કલાકે ગૌમતાને ઘાસ વિતરણ કરવામાં આવશે, ત્યારબાદ સવારે ૧૦ થી ૨ કલાક સુધી જલારામ નગર પ્રદર્શન મેદાન ખાતે થેલેસેમિયા પરીક્ષણ કેમ્પ યોજાશે,ઉપરાંત સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધી લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે,
જ્યારે હાપા જલારામ મંદિર ખાતે સાંજે ૭ કલાકે મહાઆરતી તથા પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરાયું છે ત્યારે સંતશ્રી જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણીના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા તમામ લોહાણા સમાજને શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના જીતુલાલ,રમેશ દતાણી સહિતના આગેવાનોની ટીમ દ્વારા આહવન કરાયુ છે.