Mysamachar.in-જામનગર:
રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સતા છે સ્વાભાવિક છે જેની સતા ઝળહળતી હોય તે પક્ષમાં હોદો મેળવવવા માટે સૌ આગેવાનો કાર્યકરોમાં થનગનાટ હોય પણ ભારતીય જનતા પાર્ટી કોઈપણ જાહેરાત કરવાની વાત હોય ત્યારે કોઈએ ના વિચાર્યું હોય તેવા નામો જાહેર કરવા માટે જાણીતી છે, એવામાં જામનગર શહેર ભાજપ પ્રમુખની વરણીને લઈને પણ આવું જ થયું છે, જેમાં પક્ષ ધારે તો નિર્વિવાદ કોઈ પણ ને ગમે તે હોદો આપી શકે તે વધુ એક વખત સ્પષ્ટ કરી આપ્યું છે, જામનગર શહેર તો આ જાહેરાતથી અચંભામાં મુકાયું કારણ કે રાજ્યના એક માત્ર મહિલા શહેર અધ્યક્ષા તરીકે બિનાબેન કોઠારી પદગ્રહણ કરતા તેમને સર્વત્ર આવકાર મળી રહ્યો છે.
સંગઠન સંરચના અન્વયે ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ માટે ચૂંટણી યોજાયેલ. ચૂંટણી ક્લસ્ટર ઇન્ચાર્જ બાબુભાઈ જેબલિયા, ચૂંટણી ઇન્ચાર્જ જાનકીબેન આચાર્ય, સંગઠન મંત્રી પલ્લવીબેન ઠાકર, રાજુભાઈ ધારેયા, દ્વારા સર્વ સંકલન સાધી જામનગર શહેર અધ્યક્ષ તરીકે બીનાબેન કોઠારીની અધ્યક્ષ તરીકે જાહેર કરેલ.

બીનાબેન કોઠારી આશરે બે દાયકાથી વોર્ડ સ્તરેથી કાર્ય કરતા આવ્યા છે, પોલિટિકલ સાયન્સનો અભિયાસ પૂર્ણ કરેલ, બીનાબેન કોઠારી વોર્ડ સ્તરથી લઇ મહિલા મોરચા માં મહત્વની ભૂમિકાઓ નિભાવી ચુક્યા છે, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેટર અને જામનગરના મેયર તરીકેનો તેવો પાસે વિશાળ અનુભવ પણ છે,જેથી શહેરમાં શું કરી શકાય તેવું માર્ગદર્શન તેવો વહીવટી પાંખને મહાનગરપાલિકામાં આપતા રહેશે.
શહેર ભાજપની સમગ્ર ટીમ માટે ગૌરવની વાત એ પણ છે કે સમગ્ર ગુજરાતમાં શહેર અધ્યક્ષ તરીકે એક માત્ર મહિલા અધ્યક્ષની નિમણુંક થઇ હોય એ જામનગર મહાનગર છે. અને જામનગરના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટી હોદેદારો, શહેર સંગઠનના પદાધિકારીઓ સૌ કોઈ માટે આ નિમણુંક એક ગર્વ ભરી નિમણુંક બની રહી છે, ગુજરાતમાં પ્રથમ મહિલા અધ્યક્ષ જામનગરને મળેલ.
સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા સહીત મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર વિનોદ ખીમસુરીયા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમ કકનાણી, પૂર્વ પ્રમુખો હસમુખભાઈ હિંડોચા, નિલેશભાઈ ઉદાણી, અશોક નંદા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સહિત કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, મોરચાના, પદાધિકારીઓ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ, વેપારીઓ, ભાજપ સમર્થકો, પ્રબુદ્ધ નાગરિકો એ આ નિમણૂકને આવકારેલ. જામનગર શહેર નારી શસ્ક્તિકરણનું એક સ્વરૂપ બની રહ્યું છે, જેનો ગર્વ સૌ કાર્યકર્તાઓ એ લીધેલ. તથા શહેર અધ્યક્ષ તરીકે બિનેબેન કોઠારીની નિમણુંકને આવકારેલ છે. ભારતીય જનતા પાર્ટી મીડિયા સેલ કન્વીનર ભાર્ગવ ઠાકરની યાદીમાં જણાવવામાં આવેલ છે.
