Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લા એસીબી ટીમને વધુ એક સફળતા મળી છે, જેમાં મુખ્યમંત્રીની યોજનામાં જ સબસીડીની રકમ મંજુર કરાવવા અને સ્થળ તપાસ કરવા ગ્રામસેવકે 10 હજારની લાંચ લેતા એસીબીને હાથ લાગ્યો છે, એસીબી પાસેથી મળતી વિગતો મુજબ આ કેસના ફરીયાદીએ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ પોતાની ખેતીની જમીનમાં ગોડાઉન બનાવેલ બાદ સરકાર તરફથી યોજના મુજબ મળતી સબસીડીની રકમ મંજુર કરાવવા સંજયભાઇ ચતુરભાઇ ઓળકીયા ગ્રામ સેવક, વર્ગ-3, પાછતર ગ્રુપ તા.ભાણવડ જી.દેવભુમી દ્રારકા વાળાએ સ્થળ વિઝીટ કરવા બોલાવેલ જેથી ગ્રામસેવકે ફરીયાદીની સબસીડીની ફાઇલ મંજુર કરાવવા 10 હજારની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ…
જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, દેવભુમી દ્રારકા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાંનુ આયોજન ખેતીવાડી શાખા, જુની તાલુકા પંચાયત કચેરી નજીક કરવામાં આવ્યું જેમાં ગ્રામસેવક ફરીયાદી પાસે 10 હજારનીની માંગણી કરી, સ્વીકારી અને સ્થળ ઉપર પકડાય જવા પામ્યો હતો, આ કાર્યવાહી મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એ.ડી.પરમાર અને ટીમ દ્વારા કરવામાં આવી છે.