mysamachar.in-જામનગર:
જામનગરના લોહાણા સમાજની યુવા પાંખ રઘુવંશી યુવા સંગઠનના ઉપક્રમે ગણેશોત્સવ નિમિત્તે શ્રેષ્ઠત્તમ ગણપતિ મહોત્સવ સ્પર્ધા-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે.
ગણેશોત્સવ દરમ્યાન સાત દિવસ કે તેથી વધુ દિવસો માટે જામનગર શહેરી વિસ્તારમાં યોજાયેલા ગણેશ ઉત્સવ મંડળો જ ભાગ લઈ શકશે. સ્પર્ધા માટે ગણપતિજીની મૂર્તિના સુશોભન ઉપરાંત આસપાસનું ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, પાર્કિંગ સુવિધા, પીવાના પાણીની સુવિધા, સુરક્ષાના પગલાં, રોજિંદા કાર્યક્રમો, ઉત્સવ દરમ્યાન મંડળ દ્વારા હાથ ધરાયેલા સામાજિક કાર્યો જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવશે.
સંસ્થાની કલારસિક પસંદગી સમિતિ દ્વારા સંસ્થા પાસે રજુ થયેલા ફોર્મમાંથી સમયાંતરે જે-તે ગણેશ મંડળની રૂબરૂ મુલાકાત લેશે. તમામ મંડળોમાંથી પસંદગી સમિતિએ પસંદ કરેલા પ્રથમ ત્રણ ક્રમના શ્રેષ્ઠત્તમ પસંદગી પ્રાપ્ત મંડળોને આકર્ષક ઈનામ આપવામાં આવશે. જ્યારે ભાગ લેનારા તમામ ગણેશ મંડળોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે (૧) ''નોબત'' દૈનિક કાર્યાલય, પંચેશ્વર ટાવર (૨) આકાશ પેટ્રોલિયમ, ફેમસ મારકેટ, દિગ્જામ સર્કલ અથવા (૩) વિમલ ટ્રેડર્સ, ગ્રેઈન મારકેટ મેઈન રોડ (૪) કાર ફોર કેર, એમ.પી. શાહ ઉદ્યોગનગર, શરૂ સેક્શન રોડ, (૫) શીખંડ સમ્રાટ માર્કેટીંગ, ૫-રાધેક્રિષ્ન એવન્યુ, દાંડિયા હનુમાન મંદિર સામે, જી.જી. હોસ્પિટલ પાસે, (૬) નથવાણી ફર્નિચર, ૧૦૧-એ.પી. પ્લાઝા, સુભાષ પાર્ક સામે, રણજીતસાગર રોડના સરનામેથી પ્રવેશફોર્મ મેળવી લેવા તેમજ તે ભરીને તા. ૧૬-૦૯-૨૦૧૮ સુધીમાં ઉપરોક્ત કોઈપણ સ્થળે પહોંચાડવા રઘુવંશી યુવા સંગઠનએ જણાવ્યું છે.