Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા જીતેન્દ્ર ધનજીભાઈ પાણખાણીયા નામના યુવકે ગત તારીખ 6 જૂનના રોજ તેમના મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ મારફતે એક આસામીનો ફોન આવ્યો હતો. જેમાં જીતેન્દ્રને વિશ્વાસમાં લઈ અને તેમના ક્રેડિટ કાર્ડમાં ચાલુ પ્રોટેક્શન પ્લાન બંધ કરાવવા માટે મોબાઈલ ફોનમાં આપેલો ઓ.ટી.પી નંબર માંગી અને આ ઓટીપી મારફતે ક્રેડિટ કાર્ડમાંથી જુદા જુદા બે ટ્રાન્જેક્શન મારફતે રૂપિયા 99,000 તથા રૂપિયા 30,000 મળી કુલ રૂ.1,29,000 ઉપાડી લેવામાં આવ્યા હતા. ચોક્કસ એપ્લિકેશન મારફતે જુદા-જુદા બે ટ્રાન્જેક્શન કરીને રૂ.1.29 લાખની છેતરપિંડી થવા સબબ ગેરેજ સંચાલક જીતેન્દ્ર પાણખાણીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે આઈપીસી કલમ 406, 420 તથા મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. ટી.સી.પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.