mysamachar.in-જામનગર:
રૂપિયાની લેતીદેતીમાં વાંધા પડતા વર્ષોથી સંબધો હોવા છતાં તુટી જતા હોવાના અનેક દાખલાઓ મૌજૂદ છે,તેવામાં કારમી મોંઘવારી વચ્ચે મિત્ર પાસેથી ઉછીના લીધેલ રૂપિયા પરત ન આપી શકતા અંતે ક્ષણિક ગુસ્સાના આવેશમાં આવીને હત્યા કરી નાખવા સુધીનું અંતિમવાદી પગલું એક મિત્રએ ભરીને મિત્રની જ હત્યા કર્યાનું બહાર આવ્યું છે,
જામનગરના રફીક મહમદ નામના યુવકે હાથ ઉછીના આપેલા 18 હજારની વારંવાર ઉઘરાણી કરતા રફીકનો જ મિત્ર નાઝીર ઉર્ફે ગંઢા બાપુને ભારે ગુસ્સો આવતા બર્ધન ચોકમાં જ સરાજાહેર છરીના આડેધડ ધા મારીને રફીકની હત્યા નિપજાવીને નઝીર ઉર્ફે ગંઢા બાપુ તેનો મિત્ર અજરૂ મણિયાર જામનગરથી નાશી છૂટે તે પહેલા પોલીસે ઝડપી લીધા છે.
જામનગરના બર્ધન ચોકમાં બનેલ આ હત્યાથી શહેરભરમાં ભારે ચકચાર જાગી હતી અને આ હત્યાનો લાઈવ વીડીયો પણ સામે આવતા મુસ્લિમ યુવકની હત્યાનો બનાવ ટોક ઓફ ઘી ટાઉન બન્યો હતો..,આજે જામનગર સીટી એ પોલીસ દ્વારા બન્ને આરોપીઓને અદાલતમાં રજુ કરીને વધુ પુછપરછ માટે રીમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.