mysamachar.in-અમદાવાદ:
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતનાં રાજકારણમાં નવાજૂની થવાની શરૂઆત અત્યાર થી જ થઈ ચૂકી હોય તેમ તાજેતરમા જ ભાજપમાં જોડાયેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને બાયડ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ભાજપમાથી પોતાનું રાજીનામું ધરી દીધું છે,
ગુજરાતનાં રાજકારણમાં શંકરસિંહ વાઘેલાનું એક અલગ જ વર્ચસ્વ છે અને ચૂંટણી સમયે બાપુ સક્રિય હોય કે નિષ્ક્રિય પણ તેનું એક ચોક્કસ પ્રકારનું વર્ચસ્વ છે તે બાબત રાજકારણના ખેરખાઓ પણ સ્વીકારે છે એવામાં બાપુ લોકસભાની ચૂંટણી પહેલા સક્રિય થયા હોય કે કેમ?આજે બાપુના પુત્ર અને થોડા સમય પૂર્વેજ ભાજપમાં પ્રવેશ મેળવનાર મહેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ પ્રમુખ જીતું વાઘાણીને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે જેમાં પોતાના રાજીનામને મહેન્દ્રસિંહ વાઘેલાએ વ્યક્તિગત કારણ હોવાનું જણાવ્યુ છે,
હવે આ ખરેખર વ્યક્તિગત કારણ છે કે આગામી લોકસભાની ચૂંટણીના ભણકારા છે તે બાબત આવનાર સમયમાં સ્પષ્ટ થઈ જશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.