mysamachar.in-ગાંધીનગર
જેમ જેમ લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ પણ ધીમે ધીમે ગરમાઈ રહ્યું છે,એવામાં શંકરસિંહ વાઘેલા પણ છેલ્લા કેટલા દિવસોથી ફરી પટ્ટમા બતાઈ રહ્યા હોય તેમ લાગે છે ત્યારે આજે બાપુ એ તેના સમર્થકો માટે નવાવર્ષને અનુલક્ષીને એક સ્નેહમિલનનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો.જેમાં હકડેઠઠ સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો..
તો આ કાર્યક્રમમાં એનસીપીના જયંત પટેલ અને સહકારી ક્ષેત્રના આગેવાન વિપુલ ચૌધરી સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા,બાપુ એ સમર્થકોને સંબોધન કરતાં ભાજપ પર આકરા પ્રહાર કરતાં બીજેપી ને કાવતરાખોર પાર્ટી ગણાવી હતી..અને છેલ્લા ચારવર્ષથી લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા સાથે લોકો આ વખતે પરચો બતાવશે તેમ પણ કહ્યું..
બાપુએ ખાસ તો ગુજરાત સરકાર ને આડેહાથ લેતા મંચ પરથી કહ્યું કે ગુજરાતમાં પાંચ વર્ષ મા ૫૦ લાખ બેરોજગારોને રોજગારી આપવા ગુજરાત સક્ષમ છે પણ સરકારની ઈચ્છાશક્તિના અભાવે યુવાઓ બેરોજગાર ભટકી રહ્યા છે,અને તેવો એ વધુમાં તો ગુજરાત સરકારને દિશાવિહીન હોય તેમ શિક્ષણ થી માંડીને આરોગ્ય સહિતની સેવાઓ ખાડે ગઈ હોવાનો આક્ષેપ કરી અને નર્મદામાં કેનાલમા ગાબડા થી માંડીને સચિવાલય સુધી ગાબડા પડ્યા હોવાનું ઉચ્ચારણ કરી ભ્રષ્ટાચાર સામે પણ આડકતરો ઈશારો કર્યો હતો,
આમ કહેવાથી તો આજે બાપુના સમર્થકોનું સ્નેહમિલન એવું નામ આપવામાં આવ્યું હતું,પણ બાપુનું ભાષણ સાંભળ્યા બાદ એટલું તો સ્પષ્ટ થયું હતું કે આ માત્ર સ્નેહમિલન પૂરતું નહિ પણ રાજકીય મિલન હોય તેવું પણ લાગી રહ્યું હતું.