Mysamachar.in-જામનગર:
ગત તારીખ 30 જાન્યુઆરીના રોજ એમ .પી. શાહ મેડિકલ કોલેજના લેક્ચર હોલ ખાતે જુવેનાઈલ ડાયાબીટીક બાળકો માટે ડાયાબીટીસ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 76 ડાયાબીટીક બાળકોએ તેમના વાલીઓ સાથે લાભ લિધેલ હતો.આ કેમ્પમાં ડીન ડો.નંદિની દેસાઈ અધિક્ષક ડૉક્ટર શ્રી દિપક તિવારી, ડો. સોનલ શાહ, ડો. ઝલક શાહ દ્વારા ડાયાબીટીસ જાગૃતિ વિશે નાના બાળકોને વક્તવ્ય આપેલ. તેમજ તેમના વાલીઓને બાળકોની વ્યવસ્થિત સંભાળ કેવી રીતે રાખવી તે વિશે સમજણ આપવામાં આવી હતી.
પીડિયાટ્રીક ડીપાર્ટમેન્ટના હેડ ડો.ભદ્રેશ વ્યાસ તેમજ પીડિયાટ્રીક ડોક્ટર મૌલિક શાહના માર્ગદર્શન હેઠળ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું જેમાં હાજર દરેકને હેલ્થ કિટ જે એરિસ કંપની (એમ. આર. ભાવેશ વારા)ના સહયોગથી આપવામાં આવેલ તેમજ આયોજક તરફથી સ્ટ્રીપ્સ, સિરીંજ, પેન નીડલ અને લેન્સેટ આપવામા આવેલ તથા દાતા મિતેશ કનખરા તરફથી ફૂડ પૅકેટ નું વિતરણ કરવામાં આવેલ. આ પ્રોગ્રામ ના આયોજનને સફળ બનાવવા લાયન મનુભાઈ ભનશાલી, મનોજભાઈ પૉપટ, મિલન ગણાત્રા, મનીષ રાયઠઠા, મયુર સોનગરા, હિરેન કણજારીયા, અંકિતા ગણાત્રા,નિકિતા સોનગરા, રોહિત ભનશાલી, શુભમ પોપટ વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.



























































