mysamachar.in-દેવભૂમિદ્વારકા:
રાજ્યની ભાજપ સરકાર દ્વારા કેટલાય સમય પૂર્વે સંભવિત પાણીની તંગી ને જોતા સિંચાઇ ના પાણી ના ઉપાડ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે….અને તેની ચુસ્ત અમલવારી થાય તે માટે કેટલાય ડેમો પર એસઆરપી બંદોબસ્ત પણ મૂકી દેવાયો છે..જેથી કરીને તે વિસ્તાર આસપાસ પાણી ની ચોરી થતી અટકાવી શકાય…પણ આ તમામ બાબતો વચ્ચે ખુદ ભાજપ પક્ષના આગેવાનને જ પાણીચોરી અંગે તંત્ર એ નોટીસ આપવી પડે તો…
વાત છે દેવભૂમિદ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાની…જ્યાં ભાણવડ તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને સ્થાનિક ભાજપ અગ્રણી ખીમભાઈ વિક્રમભાઈ જોગલ ને ગુજરાત પાણી પુરવઠા બોર્ડ એ નોટીસ આપવાનો વારો એટલા માટે આવ્યો છે કે આ મહાશય ત્રણ પાટિયા નજીક આવેલ પોતાની જમીનમા નર્મદા એનસી ૨૧ની પસાર થઇ રહેલ લાઈનના વાલ્વમાં થી તેવોએ સીધું જ કનેક્શન પોતાની જમીનમાં આપેલ હોવાનું પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓની તપાસમાં સામે આવ્યું છે.અને આ અંગેની વિડીયોગ્રાફી પણ બોર્ડના અધિકારીઓ દ્વારા અને આખોય અહેવાલ ઉચ્ચ અધિકારી ને સુપ્રત કરી દેવામાં આવ્યો છે..
ભાણવડ પાણી પુરવઠા બોર્ડના નાયબ ઈજનેર જે.જી.શિહોરા અને તેની ટીમ નર્મદાની પાઈપલાઈનમા ચેકિંગ કરવા માટે થોડાદિવસો પૂર્વ મોડીરાત્રીના નીકળી હતી અને તેવામાં આ ગેરકાયદેસર કનેક્શન વડે થઇ રહેલ પાણી ચોરી સામે આવતા નાયબ ઈજનેર દ્વારા ભાજપ અગ્રણી અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ખીમભાઈ જોગલ ને નોટીસ આપી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અંગેનો ઉલ્લેખ પણ વિવિધ કલમો હેઠળ આ નોટીસ મા કરવામાં આવ્યો છે…
હવે જો ભાજપના નેતાઓ જ આવી રીતે પાણીચોરી કરતાં હોવાનું સામે આવે ત્યારે સામાન્ય લોકો પર આકરા પાણી એ ઓકતું તંત્ર આ મામલામાં આગળ કેવા આકરા પગલા લેશે કે પછી વાત નોટીસ સુધી જ સીમિત રહેશે તે જોવાનું રહેશે…