Mysamachar.in-નડિયાદ
આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર એટલે કે એક વકીલ લાંચ લેતા ઝડપાઈ ચૂક્યાના કિસ્સાએ રાજ્યના વકીલોમાં ભારે ચર્ચા જગાવી છે, ફરિયાદી વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ ના કરવા અને અભિપ્રાય ના આપવા માટે આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટરે 80,000 ની લાંચ બે કટકે માંગી હતી, જેમાંથી આજે તેવો 35000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ચુક્યા છે, આ કેસની વિગત કઈક એવી છે કે આ કેસમાં ફરીયાદી વિરૂધ્ધ પેટલાદ ટાઉન પો.સ્ટે. ખાતે વર્ષ 2017ના રોજ ગુનો દાખલ થયેલ જે કેસ એડી.સેસન્સ કોર્ટ, પેટલાદ ખાતે ચાલી જતા ફરીયાદીને કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ તા. 13/01/2021ના રોજ કરવામાં આવેલ.
જે હુકમ વિરૂધ્ધમાં સરકારપક્ષે હાઇકોર્ટમાં અપીલ ન કરવા સારૂ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીક્યુટર (પેટલાદ સેસન્સ કોર્ટ) યજ્ઞેશ હરેશપ્રસાદ ઠાકરે અભિપ્રાય ન આપવા માટે ફરીયાદીનો સંપર્ક કરી રૂ. 80,000 ની લાંચની માંગણી કરી પ્રથમ રૂ. 40,000/- ફરીયાદીએ આપવા અને બાકીના 40,000/- અપીલ ન કરવાનો હુકમ આવેથી આપવા તેમ જણાવી ફરીયાદી પાસેથી લાંચ પેટે રૂ. 5000/- ત્રણેક દિવસ પહેલા લીધેલા આને બાકીના લાંચના નાણા ફરીયાદી આપવા માંગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરતા આજ રોજ ફરીયાદીની ફરીયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી 35,000 ની લાંચની રકમ સ્વીકારી પકડાઇ ચુક્યા હોય એસીબીએ તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે.