Mysamachar.in-ગાંધીનગર:
લગ્નેતર સબંધોનો અંજામ હમેશા ને માટે ખરાબ રહ્યો હોવાના અનેક કિસ્સાઓ મૌજુદ છે, ત્યારે આવો જ વધુ એક કિસ્સો જે ચાર સંતાનો બાદ ગાંધીનગરના એક દંપતીના કિસ્સામાં જોવા મળતા ભારે ચર્ચામાં આવ્યો છે, ગાંધીનગરમાં પતિથી રિસાઈને પિયર ગયેલી પત્ની જયારે પરત ફરી અને એક મહિના સુધી પતિએ ભાળ ન લેતાં પત્ની સાસરે પાછી આવીને દરવાજો ખખડાવ્યો તો પતિની બીજી પત્નીએ દરવાજો ખોલી સ્વાગત કરતાં પત્નીની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.ગાંધીનગરમાં ચાર સંતાન સાથે એક દંપતીના સુખમય જીવનમાં બીજી સ્ત્રીની એન્ટ્રી થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ગાંધીનગરમાં રહેતી એક મહિલાના તેના પસંદગીના યુવક સાથે થયા હતા. આ લગ્નજીવન બાદ મહિલાએ ચાર સંતાનને જન્મ આપ્યો હતો. દંપતી ચાર સંતાનોના લાલનપાલનમાં વ્યસ્ત થઈ ગયું હતું. ત્યારે સમય જતાં પતિના સ્વભાવમાં ઓચિંતો ફેરફાર થવા લાગ્યો હતો.
પતિ ધીમે ધીમે પત્ની અને ઘરમાં ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો, અને સતત ફોનમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો. મોડીરાત સુધી પતિ ચોરી છૂપીથી ફોન પર વાતો કરતો રહેતો હતો, જેને કારણે પત્નીને શંકા ઊપજી હતી, જેથી તેણે અક્ષયની દરેક હિલચાલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું. જો કે બાદમાં અન્ય કોઈ સ્ત્રી સાથે પતિને લફરું હોવાની જાણ પત્નીને થઇ ગઈ હતી, પત્નીને પતિના અફેરની જાણ થતાં પતિ-પત્ની વચ્ચે ખટરાગ શરૂ થઈ ગયો હતો. તેમ છતાં પતિ પોતાના અવૈધ સંબંધો તોડવા તૈયાર ન હતો. ત્યારે એક મહિના પહેલાં દંપતી વચ્ચે ઉગ્ર માથાકૂટ થઇ હતી, જેને પગલે પત્ની ચાર સંતાનોને લઈને રિસાઈને પિયર રહેવા જતી રહી હતી, પરંતુ મહિના સુધી પતિએ એવો તો મનથી મક્કમ કે પત્ની કે સંતાનોને પરત લાવવા કોઈ પ્રયાસ કર્યા ન હતા. પત્નીને સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પરત ઘરે ફરી હતી. પત્નીએ સાસરે આવીને જેવો ઘરનો દરવાજો ખખડાવ્યો કે પતિને જેની સાથે અફેર ચાલતું હતું તે મહિલાએ દરવાજો ખોલતા પત્નીની હાલ જોવા થઇ હતી
આખરે પત્નીએ181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને ફોન કરીને મદદે બોલાવી લીધી હતી.અભયમ ટીમે પણ પતિને ઘણો સમજાવ્યો હતો, પરંતુ તેણે પોતાની ખરી પત્નીને રાખવાની ઘસીને ના પાડી હતી, જેને ચાર સંતાનોના ભવિષ્ય સામે જોવા માટે પણ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે કલાકો સુધી સમજાવ્યો ,પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહ્યો હતો. આખરે કંટાળીને પત્નીએ આ મામલે ગાંધીનગર પોલીસની મદદ માંગતા આ મામલે પોલીસ ફરિયાદ થવામાં હોવાનું જાણવા મળે છે.