Mysamachar.in-જામનગર:
જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી નામચીન શખ્સ દીવલા ડોન વિરુદ્ધ ફરિયાદો થતી રહી છે, પોલીસ પગલા પણ લે છે બાદમાં દિવલો ફરી તેના લખન ઝળકાવતો રહે છે, દીવલાએ વધુ એક વખત પાન માવાના ગલ્લે જઈ અને દાદાગીરી કરી ગલ્લાધારક પર હુમલો કર્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકે નોંધાઈ છે તેની વિગતો પર નજર કરીએ તો…
શહેરના રાંદલનગર, બાપા સિતારામની મઢુલી પાસે, હાઉસીંગ બોર્ડ કવાટર્સની સામે ભરતસિંહ જુવાનસિંહ ચૌહાણ પોતાનો પાનનો ગલ્લો ચલાવે છે, તેવો ગતરોજ પોતાના પાનના ગલ્લે વેપાર ધંધો કરતા હોય ત્યારે નામચીન શખ્શ દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલો ડોનએ ભરતિસંહના પાનના ગલ્લે આવી તેની પાસેથી ઉધારમા મસાલો માંગતા ભરતસિંહએ ઉધારમા મસાલો આપવાની ના પાડતા દિવલો તેને ગાળો કાઢવા લાગ્યો હતો અને ઢીંકા પાટુનો માર-મારી એકદમ ઉશ્કેરાઇ જઇ તેના ઘર પાસે પડેલ ઇંટોના ત્રણેક જેટલા છુટા ઘા ફરીના માથામા મારી અગીયારેક જેટલા ટાંકાની ઇજા પહોચાડી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.