Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતમાં શિક્ષિત બેરોજગાર યુવક-યુવતીઓ માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષામાં રાખવામા આવતી ગંભીર બેદરકારીના બનાવોથી સરકારની મુસીબતોમાં હાલ વધારો થયો છે,
અગાઉ TAT, તલાટી મંત્રીની પરીક્ષા બાદ હાલ ચર્ચાસ્પદ લોકરક્ષક દળની ભરતીની પરીક્ષામાં પેપર લીક મામલે ભાજપના જ કાર્યકરો સહિત ૪ની ધરપકડ કરવામાં આવી છે,ત્યારે આ કૌભાંડમાં વધુ એક ભાજપના કાર્યકરની સંડોવણી ખૂલતાં સરકાર સામે અનેક સવાલો ઉભા થયા છે,
ગાંધીનગર પોલીસ દ્વારા એક બાજુ મુખ્ય સૂત્રધાર એવા યશપાલસિંહને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,તે દરમ્યાન પોલીસે બાયડ વિસ્તારના ભાજપના કહેવાતા કાર્યકર જયેન્દ્ર રાવલની સંડોવણી ખૂલતાં અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ગાંધીનગર પોલીસે પેપર લીક કાંડમાં સંડોવાયેલા હોસ્ટેલ સંચાલક રૂપલ શર્મા, વાયરલેસ પીએસઆઇ પી.વી. પટેલ, ભાજપના કાર્યકર એવા મનહર પટેલ , મુકેશ ચૌધરી ની ધરપકડ કર્યા બાદ આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા છે,
ત્યારે આજે આ તમામ આરોપીઓનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી આ લોકોની સાથે સંકળાયેલા વધુ ૪ શકમંદોની પોલીસે પૂછપરછ હાથ ધરીને પેપર લીક કાંડના મૂળીયા સુધી પહોંચવા પોલીસ મથામણ કરી રહી છે,
તો બીજી તરફ આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ ફરાર હોય તેને ઝડપી લેવા માટે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ગુજરાત બહાર દિલ્હીમાં તપાસ ચલાવવામાં આવી રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.