Mysamachar.in:સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લાનો લીંબડી-રાજકોટ હાઇવે અકસ્માત ઝોન બની ગયો હોય તેમ એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે, એવામાં આજે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજયું છે. છાલિયા ગામના પાટિયા પાસે આ અકસ્માત સર્જાયો હતો. અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. એક ટ્રકમાં ડુંગળી ભરેલ હોય અકસ્માત થતા ડુંગળીના કોથળાઓ રસ્તા પર વેરવીખેર હાલતમાં જોવા મળ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ઘટના સ્થળે દોડી આવવાની ફરજ પડી હતી.