Mysamachar.in:બનાસકાંઠા
બનાસકાંઠાના ડીસાથી એક કાર આજે સવારે પાલનપુર તરફ જઈ રહી હતી અને ભોંયણ ગામ પાસેથી પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક રસ્તા વચ્ચે એક્ટિવા આવી જતા તેને બચાવવા જતા કાર ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, કાર ચાલકના પ્રયાસથી એક્ટિવા ચાલક તો બચી ગયો હતો, પરંતુ કાર ડિવાઇડર સાથે ટકરાઈને પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે આજૂબાજૂના લોકો અને વાહન ચાલકો દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત કારમાંથી ચાલકને હેમખેમ બહાર નીકળ્યો હતો. સબનસીબે જાનહાનિ ટળી હતી. પણ કાર પલટી જવાથી કારને મોટી નુકશાની થઇ હતી.

























































