mysamachar.in-સુરેન્દ્રનગર
હમણાં હમણાં રાજ્યના ગૃહ વિભાગ અને ખુદ મુખ્યમંત્રી એ નાસતાફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજ્યની પોલીસને સુચના કરી છે,અને આ સુચનાને અનુસરી ને જ રાજ્યની પોલીસ નાસતાફરતા આરોપી ઓ જે અત્યાર સુધી નહોતા ઝડપાયા તેને ઝડપી પાડી અને ફોટોસેશન કરાવી રહી છે,પણ પોલીસની માઠી તો જુઓ સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી પોલીસ મથકના સ્ટાફે ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી ને ઝડપી તો પાડ્યો પણ તે પોલીસ મથકમાં કલાકોનો જ મહેમાન રહી શક્યો અને તકનો લાભ લઈને નાશી છુટતા પોલીસનું ફરી વખત આવી બન્યું છે,
વાત એવી છે કે સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન એટલે કે દારૂ ના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નીતિન જયંતિભાઈ નામનો શખ્સ ફરાર હતો,જેને મહામુસીબતે ઝડપી પાડી અને પોલીસે પોલીસ મથક ખાતે લાવી ને ફોટોસેશન પણ કરાવ્યું હતું,અને આરોપીને કાગળની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકઅપમા રાખ્યો હતો,
લગભગ ચારેક કલાક જેવો સમય થયો હતો ત્યારે જ પોતાને છાતીમાં દુખાવો હોવાનુ બહાનુ કાઢતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો,પણ બહાર કાઢતાની સાથે જ તેણે હાજર પીએસઓ રાત્રે થાપ આપીને આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો,
આમ એક તો વર્ષો બાદ આરોપી ઝડપાયો પણ પોલીસ મથકમાં પોલીસ તેને કલાકો પણ સાચવી ના શકી અને બાદમાં પાટડી પોલીસે લોકઅપ માંથી નાસી છૂટેલા આરોપીને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં દોડધામ કરી રહી છે.