mysamachar.in-રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં અને ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું કાર્યક્ષેત્ર છે..એવા રાજકોટમાં છેલ્લા ધણા દિવસોથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી નજરે ચઢી રહી છે..ઉપરા છાપરી એવા બનાવો બની રહ્યા છે,.જે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નો ચિતાર આપવા માટે પૂરતા હોય તેમ લાગી રહ્યું છે…
રાજકોટ શહેરમાં તાજેતરમાં જ સગીરા સહિત યુવતીઓ સાથે ત્રણ દુષ્કર્મ જેવા બનાવો હમણાંના જ છે..તેવામાં આજે રાજકોટના રેયાધાર મફતિયાપરા વિસ્તારમાંથી એક યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવતા તાકીદે ધટના સ્થળે પોલીસ દોડી ગઈ હતી….અને આ લાશ રાજુ ઘટાર નામના યુવકની હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે.
આમ દારૂના અડ્ડા નજીક આ યુવાનની હત્યા કરાયેલ લાશ મળી આવ્યા બાદ મૃતકના પરિવાજનો દ્વારા પાંચ શક્મંદો નામ પણ પોલીસને આપવામાં આવ્યા છે જેના આધારે પોલીસે હત્યાનો ગુન્હો નોધીને પાંચ શખ્સોને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરી છે..
અત્રે ઉલ્લેખનીય છે કે…મુખ્યમંત્રી વિજય રૂપાણીની હોમપીચ એવા રંગીલા રાજકોટમાં ગુન્હાખોરીના ગ્રાફમાં દિનપ્રતિદિન વધારો થતો જાય છે…યુવતીઓ સાથે દ્દુષ્ક્રમનાં બનાવો ઉપરાંત ગાંજાની હેરાફેરી,હેરોઇનનું નટવર્ક ઝડપાયું છે..તેવામાં સ્ટેટ વિજિલન્સ ટીમે ૧ લાખનો દારૂ બીયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈને સ્થાનિક પોલીસનું નાક કાપી લેવામાં આવ્યું છે,
ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકોટ શહેરનું નામ ગુનાખોરી ક્ષેત્રે દિવસેને દિવસે બદનામ થઈ રહ્યું હોય તેવો માહોલ બંધાતા સ્થાનિકો આગામી દિવસોમાં અસલામતી નો પણ આ શહેરમા અનુભવ કરે તે દિવસો પણ દુર હોય તેમ લાગતું નથી.