my samachar.in:મોરબી
તમારી પાસે ભગવા કપડાં પહેરીને આવનાર વ્યક્તિ સાધુ હોય તે જરૂરી નથી તે શેતાન પણ હોય શકે છે,એક વેપારી પાસે સાધુ ના વેશ માં આવેલ શખ્સએ ભિક્ષાવૃતિ મેળવી અને વેપારીનું વિઝિટિંગ કાર્ડ લઇ ગયો હતો ત્યારબાદ આ વેપારીને કરોડપતિ બનાવી આપવા માટે તાંત્રિક વિધિની લાલચ આપીને ૧૦ લાખ ઉપરની રકમ પડાવી લેનાર એક ટોળકીને મોરબી એલસીબી એ ઝડપી લેતા ચોંકાવનારો કિસ્સા પરથી પરદો ઊંચકાયો છે,
પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના વેપારી જતીનભાઈ જીવાણીને કરોડપતિ બનાવી આપવાની લાલચ આપીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટિયા ખાતે ઠગ ટોળકીના બાલકદાસ બાપુ,ગાંડાબાપુ,જામનગર દરેડ ગામ ના વિરલ કાળા બગડા નામના શખ્સો લઇ ગયા હતા અને ત્યાં તાંત્રિક વિધિ દરમ્યાન ટોળકીના એક શખ્સની તબિયત લથડવાનું નાટક કર્યું હતું અને આ શખ્સ મરી જશે તો હત્યાનો આરોપ તારી ઉપર આવશે તેવો ભય બતાવીને આ વેપારી પાસેથી સમયાંતરે ૧૦ લાખ ઉપરની રકમ પડાવી લીધાનો ચેતવણીરૂપ બનાવ સામે આવતા ચકચાર જાગી છે મોરબી એલસીબી એ જામનગર ના એક સહીત ચાર શખ્સો ને ઝડપી લઈને સૌરાષ્ટ્ર ના કેટલા વેપારીઓને આ તરકીબ થી શીશામાં ઉતાર્યા છે તેની એલસીબી પીઆઇ વ્યાસ તથા સ્ટાફ એ પુછપરછ હાથ ધરી છે,
ઝડપાયેલ ટોળકી દ્વારા વેપારીઓનું વિઝિટિંગ કાર્ડ બનાવી મોબાઈલ ફોન મારફત સંપર્ક કરીને તાંત્રિક વિધિ કરી રાતોરાત કરોડપતિ બનાવી આપવાની લાલચ આપીને તમારા જીવનની મરણમૂડી પણ લૂંટી જાય તે પહેલા તમારી દુકાને કે પેઢીએ કોઈ ભગવા પહેરીને આવનાર વ્યક્તિ સાધુના બદલે શેતાનનો પણ ભેટો થઇ શકે તેમ હોય વેપારીઓ માટે સામે આવેલ મોરબી નો આ બનાવ લાલબતી સમાન છે.