Mysamachar.in-જામનગર:
જામનગર ખંભાળિયા હાઈવે પર મોટી ખાવડી નજીક આવેલ રિલાયન્સ મોલ સાથે જ લાખોની છેતરપીંડીની ઘટના સામે આવી છે, જેને લઈને મોલમાં નોકરી કરતા જોનસિંગ ભગવાનજી ચાવડાએ મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મોલમાં લઈ આવવામાં આવતા સામાનમાં ઓછો માલ મોકલી તેમજ અમેરિકન શક્કરિયા ગુણવત્તા હલકી પધરાવી દઈ છ આરોપીઓએ વર્ષ 2021 થી 2022 ના એક વર્ષના સમયગાળા દરમિયાન છેતરપિંડી આચરી હોવાની વિગતો ફરિયાદમાં નોંધાવી છે. તે મુજબ જામનગરમાં રહેતા જયપાલસિંહ ચુડાસમા તેમજ રાજસ્થાનના લલિત નવારામ ભારતી, માંગીલાલ નવારામ ભારતી, તેના રામ તેમજ ઉત્તર પ્રદેશના રામકિશોર તિવારી અને સચિન સિંહ શૈલેન્દ્રસિંહ નામના છ શખ્સોએ એકબીજા મિલાપીપણુ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયું છે,
એક વર્ષના ગાળા દરમિયાન આ તમામ શખ્સોએ રિલાયન્સ મોલમાં પહોંચાડવામાં આવેલ માલ પૈકી રૂપિયા 26,60,400નો ઓછો માલ મોકલી તેમજ અમેરિકન સકરિયાની નબળી ગુણવત્તા વાળો માલ મોકલી રૂપિયા 36,51,375 સહિત રૂપિયા 63,11,775 ની રકમ અંગત ઉપયોગમાં લઇ સ્ટોર સાથે છેતરપિંડિ અને વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે મોલના કર્મચારી દ્વારા આ છ શખ્સો વિરુદ્ધ પૂર્વયોજિત કાવતરું, છેતરપીંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ મેઘપર પડાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યાનું સામે આવ્યું છે.