mysamachar.in-જામનગર
આજના સમયમાં લોકો સબંધોમાં આંધળો વિશ્વાસ કરી અને સામેવાળી વ્યક્તિ પર ભરોસો મૂકી અને તેની સાથે નાણાકીય અને અન્ય લેવડદેવડ ના વ્યવહાર કરતાં હોય છે,પણ આવા વ્યવહારો કરતાં પૂર્વે ચેતવા જેવો એક કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે,જે લોકોની આંખ ઉઘાડી દે તેવો છે,
જામનગરના પંચવટી સોસાયટીમાં રહેતા ઉદયભાઈ ચરણભાઈ ભાનું નામના વ્યક્તિએ આજ થી દસ દિવસ પૂર્વે કરણ ચારણ નામના વ્યક્તિને પોતાની મહિન્દ્રા કાર એક બે દિવસ પુરતી આપી હતી,પણ દસ દિવસ થયા છતાં પણ વારંવાર ની માંગણી છતાં પણ ઉદયભાઈ ને પોતાની ૧૨ લાખની કીમતની કાર પરત ના મળતા તેને કરણ ચારણ વિરુદ્ધ પંચકોશી એ ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.બી.ડાભી એ તપાસ હાથ ધરી છે,
કાર વિશ્વાસમા આપી દીધા બાદ પરત ના મળવાનો આ કિસ્સો આંધળો વિશ્વાસ કરનાર લોકો માટે લાલબતી સમાન છે.