Mysamachar.in-દાહોદ;
રાજ્યમાં લગભગ એક પણ દિવસ એવો નથી જતો જેમાં એકાદ ગમખ્વાર અકસ્માતની ઘટના સામે ના આવે, હાઈવે પર બેફામ દોડતા વાહનોને કારણે થતા અકસ્માતમાં લોકો જીવ ગુમાવે છે, ત્યારે આજે સવારે દાહોદ જીલ્લામાં એસટી બસના અકસ્માતની એક ઘટના સામે આવી છે, જેમાં ઝાલોદથી જંબુસર જતી એસ.ટી.બસને આજે ડુંગરી નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર 25 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી,.
ઝાલોદથી જંબુસર જતી બસ આજે તેના નિયત સમયે ઝાલોડ ડેપોથી ઉપડી હતી. ત્યારે થાળા ડુંગરી ગામ નજીક આવતાં જ બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી બસ રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે આસપાસના દવાખાને ખસેડવામાં આવ્યાં હતા. જેમાં 7 જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યુ છે. દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી પરિવારો રોજગારી માટે સ્થળાંતર કરે છે ત્યારે આ બસમાં પણ મોટે ભાગે શ્રમિક પરિવારો જ હોઇ શકે છે. ત્યારે આ વિસ્તારમાંથી પણ પરિવારો રોજગારી માટે જાય છે.