Mysamachar.in-રાજકોટ:
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખરેડી ગામે પટેલ ખેડૂતને સ્ત્રીની મોહજાળમાં ફસાવીને ૧૦ લાખની ખંડણી માંગવાનો બનાવ તાજો છે,તેવામાં રાજકોટ જિલ્લાના એક પૂર્વ સરપંચને હનીટ્રેપના કિસ્સામાં ફસાવીને ૧ લાખની ખંડણી માંગનાર રાજકોટની માતા પુત્રી સહિત ત્રણ મહિલાઓની ટોળકીને પોલીસે ઝડપી લેતા વધુ એક હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવતા ચકચાર જાગી છે,
હનીટ્રેપ કિસ્સાની મળતી વિગત મુજબ રાજકોટની પુજા ભટ્ટી, ચાર્મીબા ડોડીયા અને તેની માતા ક્રિષ્નાબા ડોડીયાની ગેંગ રાજકોટના પૈસાદાર નબીરા વગેરેને પોતાના મોબાઈલ નંબર આપીને મોહજાળમાં ફસાવીને પૈસા પડાવતી હોવાની ઉઠેલ ફરિયાદ બાદ પોલીસે આ મહિલાઓને ઝડપી લેતા ખુલાસો થયો છે,
જ્યારે આ મામલે રાજકોટ જિલ્લાના પૂર્વ સરપંચ હંસરાજ પટેલને રાજકોટની પુજા ભટ્ટી, ચાર્મીબા ડોડીયા, ક્રિષ્નાબા ડોડીયાએ મોહજાળમાં ફસાવીને ૧ લાખની ખંડણી માંગી હતી,જેની પૂર્વ સરપંચે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ અરજી કર્યા બાદ તપાસમાં અંતે હનીટ્રેપનો શિકાર કરતી આ મહિલાઓની ટોળકીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે,
વધુમાં રાજકોટના કેટલા પૈસાદાર લોકો હનીટ્રેપનો શિકાર બન્યા છે તે સહિતની વિગતો ઓકાવવા માટે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે,ત્યારે મોટા ખુલાસા થવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.