mysamachar.in-જામનગર
ગુજરાત હાઈકોર્ટ દ્વારા થોડા દિવસો પૂર્વે શહેરો મા વધી રહેલ ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યા ને લઈને આકરી ટકોર કર્યા બાદ હવે રાજ્યસરકાર પણ આ મામલે સફાળી જાગી છે,અને રાજ્યના મહાનગરોમાં એક વિશેષ ટ્રાફિક ડ્રાઈવ આજે યોજાઈ રહી છે,ત્યારે જામનગર મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ પણ આ મામલે સવારે થી જ અત્યાર સુધી કોઈ દિવસ રસ્તા પરના દબાણો જોયા જ ના હોય તેમ દુર કરવા નીકળી પડી હતી પણ સ્થાનિકો ના મનમા સવાલ એ ઉઠી રહ્યા હતા કે ખરેખર આવી એકલ દોકલ ડ્રાઈવ થી શહેર ની સમસ્યા શું હળવી થઇ જશે…??
જામનગર શહેર ના મોટાભાગના કોમર્શીયલ કોમ્પ્લેક્ષો દબાણમાં પરિવર્તિત થઇ ચુક્યા છે જેથી કરી ને તે કોમ્પ્લેક્ષો મા પોતાના કામો માટે આવતા વાહનચાલકોને પોતાના વાહનો ના છુટકે રોડ પર રાખવાની ફરજ પડે છે તો અધૂરામાં પુરુ મહાનગરપાલિકા દ્વારા અન્ય શહેરો ની જેમ શહેર મા કોઈ સ્થળે પાર્કિંગ પ્લેસ જ નથી તો બિચારા વાહનચાલકોનું શું વાંક,તો એવું પણ નથી કે લોકોની બેદરકારી નથી જે કોમ્પ્લેક્ષ ના પાર્કિંગ ખુલ્લા છે ત્યાં પણ વાહનચાલકો પોતાના વાહનો પાર્ક ના કરી અને નિયમોનું ઉલ્લંઘન પણ કરે છે,
આ બધું તો ઠીક પણ જામનગરના મેયર હસમુખ જેઠવા નો વિસ્તાર પણ ટ્રાફિક સમસ્યામાં થી બાકાત નથી જાણે આખાય શહેર ના ટ્રાફિક નું એપી સેન્ટર જ રણજીતરોડ થી શાકમાર્કેટ સુધીનો વિસ્તાર હોય તેવા દ્રશ્યો જોવા મળે છે,રણજીતરોડ પર તો કેટલીય વાર એવી સ્થિતિ નું નિર્માણ થાય છે લોકો અડધો અડધો કલાક સુધી ટ્રાફિક મા ફસાઈ જાય છે તેની પાછળનું કારણ ટાઉનહોલ થી માંડી ને શાકમાર્કેટ સજુબા સ્કુલ,રતનબાઈ મસ્જીદ રોડ સહીતના મુખ્ય રોડ પર જ રેકડીવાળાઓ નો અડીંગો પોલીસ અને એસ્ટેટ વિભાગને શું નજરે જ નથી ચડતો…??કે પછી
એવાજ માં આજે રાજ્યસરકારના આદેશ બાદની ડ્રાઈવ માટે નીકળી પડેલ એસ્ટેટ અને પોલીસ વિભાગે પેહલા શહેર ના મુખ્યરસ્તાઓ પર થઇ રહેલ ટ્રાફિક ને દુર કરી અને બાદમાં કોમર્શીયલ કોમ્પ્લેક્ષ ના પાર્કિંગ ખુલ્લા કરાવવા સહિતની કાર્યવાહી કરવી જોઈએ નહિ કે એકલદોકલ કાર્યવાહી કરીને સંતોષ માનવા થી શહેર ની સમસ્યા હળવી થાય તેવું લાગતું નથી…
મેયર કહે છે હાલ પાર્કિંગપ્લેસ અંગે કોઈ વિચારણા નહિ
શહેરમા ટ્રાફિક અને જાહેરમાં ખડકલો થતા વાહનોને લઈને ખુબ મોટી સમસ્યા છે આ અંગે જયારે જામનગર મહાનગરપાલિકા ના મેયર હસમુખ જેઠવા સાથે ટેલીફોનીક વાતચીત કરવામાં આવી ત્યારે તેવો એ પોલીસની કઈ રજૂઆત આવશે તો જોશું બાકી હાલ પાર્કિંગપ્લેસ અંગે કોઈ વિચારણા ના હોવાનું તેમણે જણાવ્યું હતું.શહેરમા પાર્કિંગ મુદે કઈક કાર્યવાહી કરશું તેમ અંતે તેમણે કહ્યું
ટ્રાફિક સમસ્યાને નામે નિર્દોષ નાગરિકોને શા માટે કનડગત:જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા
જામનગર શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા એસપી એ પોલીસની ટીમ ઉતારી છે જે રસ્તાની વચ્ચોવચ ઉભી રહીને સામાન્ય નાગરિકો ને દંડી રહી છે,પણ પોલીસને બર્ધનચોક,સુપરમાર્કેટ,રણજીતરોડ,ચાંદીબજાર,સુભાષશાક માર્કેટ,મા ટ્રાફિક કેમ દેખાતો નથી અને ત્યાં દબાણો દુર કરવામાં મનપા અને પોલીસને કોની શરમ નડે છે તેવો સવાલ ઉઠાવી ને કોંગ્રેસ પ્રવક્તા ભરત વાળાએ બિલ્ડરોએ દબાણ કરેલ પાર્કિંગમાં તંત્રની મીલીભગત હોવાનો આક્ષેપ પણ કર્યો છે.