Mysamachar.in-
થોડા દિવસો અગાઉ ગીર સોમનાથ પોલીસે જાહેરાત કરેલી કે, કરોડો રૂપિયાનું ડ્રગ્સનું ઈન્ટરનેશનલ રેકેટ ઝડપી લેવામાં આવ્યું છે. (હકીકત એ છે કે, વેરાવળ બંદરે કરોડોના ડ્રગ્સની નિયમિત હેરાફેરી થઈ રહી છે !) અને, એમ જાહેર થયેલું કે, જામનગરના બે શખ્સોની ધરપકડ થઈ છે. ત્યારબાદ, જામનગરના બેડીના શખ્સને માસ્ટર માઇન્ડ લેખાવી, આ ત્રીજા શખ્સની પણ ધરપકડ થઈ અને તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા. તેની રિમાન્ડમાં શું બહાર આવ્યું ? એ અંગે સૌ ચૂપ. રિમાન્ડ મેળવવા ટાણે 19 કારણો રજૂ કરવામાં આવેલાં, જેમાંથી એક પણ મુદાનું દિવસોથી ફોલોઅપ આવ્યું નથી. ખુદ ગુજરાત સરકાર આ કરોડોના ડ્રગ્સ નેટવર્કને સચોટ રીતે ભેદી નાંખવા મુદ્દે ઉદાસીન છે ?! સર્વત્ર આટલી બધી ચૂપકીદી રહસ્યમય ભાસી રહી છે.