mysamachar.in-ગીરસોમનાથ:
ગીરસોમનાથ મા ગેરકાયદેસર હોટેલો અને ફાર્મહાઉસ નો જાણે રાફડો ફાટ્યો હોય તેમ વહીવટીતંત્ર દ્વારા થતી તપાસમાં એક બાદ એક ગેરકાયદેસર હોટેલ અને ફાર્મહાઉસની પોલ છતી થઇ રહી છે,એવામાં આજે ગીર વિસ્તારમાં તંત્રના વનવિભાગ,વીજ વિભાગ,પોલીસ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવતા સાત થી વધુ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા હોટેલ અને ફાર્મ હાઉસ સામે આવતા તેને સીલ કરી દેવામાં આવ્યા છે,
આજની આ સીલીંગ ની કાર્યવાહી થી ગેરકાયદેસર હોટેલો ચલાવતા હોટેલ અને રિસોર્ટ ના સંચાલકોમાં ભારે ફફડાટ મચી જવા પામ્યો છે,પણ અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે અત્યારસુધી ચાલી રહેલ આ ગેરકાયદે પ્રવૃતિઓ સામે તંત્ર એ શું અત્યારસુધી આંખમીચામણા કર્યા હતા કે પછી ? તે સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે.