Mysamachar.in-મોરબી:
મોરબી જીલ્લાના હળવદના રોહિશાળા ગામ નજીક હાઇવે પર કાર નમ્બર GJ-05-JK-2970 નંબરની સેન્ટ્રો કાર અચાનક કોઈ કારણોસર ટ્રકનું ટાયર બદલવા રોડ પર ઉભેલ ટ્રક નં.GJ-12-AU-7297 ની પાછળ ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમા કાર ચલાવી રહેલા હળવદના એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ અને હળવદ પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઈ છે.આ અકસ્માતને પગલે ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો.