Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જીલ્લાના ભાણવડ તાલુકાના ભાણવડ મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મજીદ કાસમભાઈ બ્લોચે એક અરજદાર આ નાયબ મામલતદાર પાસે જન્મ પ્રમાણપત્ર ખરાઇ કરાવવાની કામગીરી અર્થે કચેરીએ ગયેલ તે વખતે નાયબ મામલતદારે કામ કરી આપવાના અવેજ પેટે અરજદાર પાસે રૂ. 5000/- ની માંગણી કરી રકઝકના અંતે રૂ.1500/-આપવાનુ કહી પહેલા 1000/- લઇ લીધેલા. જે આધારે અરજદારએ ઓડીયો/વિડીયો ના પુરાવા સાથે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને અરજી કરેલ, જે અરજીની તપાસના અંતે નાયબ મામલતદાર મજીદ કાસમભાઈ બ્લોચે લાંચની રકમની માંગણી કરેલ હોવાનું તપાસમાં જણાય આવતા પ્રાથમિક તપાસ કરનાર અધિકારીએ સરકાર તરફે લાંચની માંગણી અંગેનો ગુન્હો દાખલ કરાવતા દ્વારકા અને જામનગર જીલ્લાના રેવન્યુ ડીપાર્ટમેન્ટમાં ખળભળાટ મચ્યો છે.ડીમાન્ડ કેસના આરોપી મજીદભાઇ કાસમભાઈ બ્લોચ નાયબ મામલતદાર અગાઉ તા.20/03/2010 ના રોજ ફરીયાદીને સોલવન્સી સર્ટીફીકેટ કાઢી આપવા માટે રૂ.8000/- ની લાંચ લેવા અંગે પકડાતા જામનગર ઍ.સી.બી.પો.સ્ટે.ગુ.ર.ન.01/2010 નો દાખલ થયેલ છે.