Mysamachar.in-જામનગર:
આજના સમયમાં યુવકો જો કોઈ સ્ત્રીના ચક્કરમા ફસાઈ જાય તો મુસીબતનો પાર રહેતો નથી આવો જ એક કિસ્સો જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફ્રીયાદ્દ નોંધાતા સામે આવ્યો છે, આ અંગેની જાહેર થયેલ વિગતો એવી છે કે શહેરના કિશાન ચોક માલદેભુવન પાછળ, પહેલી શેરીમાં વસવાટ કરતા કપીલભાઇ નવીનભાઇ વશીયરે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે….
તેમના ભત્રીજા મીત વશીયરને બંસરીએ પ્રેમ જાળમાં ફસાવી શરીર સબંધ બંધાવી મારી નાખવાની ધમકીઓ આપેલ અને આરોપી પ્રતિક કનખરાએ મીતને મારી નાખવાની ધાક-ધમકીઓ આપેલ તેમજ આરોપી જુગલ બુધ્ધે ભોગબનનાર મીતને મારવાની ધમકીઓ આપી આ ત્રણેય આરોપીઓએ સમાન ઇરાદો પાર પાડવા સારૂ ફરિયાદી કપીલભાઇના ભત્રીજા મીત વશીયરને બ્લેક મેઇલ કરી ફરીયાદી કપીલભાઇ પાસેથી અને ભોગબનનાર મીત પાસેથી બળજબરીથી પોણા બે લાખથી વધુની રકમ પડાવી લઇ મીત વિરૂધ્ધમાં બળાત્કારની ખોટી ફરીયાદ કરી હોવાની ફરિયાદ નોંધાયા બાદ એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એન.એ.ચાવડા આ અંગેની વધુ તપાસ તજવીજ કરી રહ્યા છે.
(તસ્વીર પ્રતીકાત્મક છે)

























































