Mysamachar.in-જામનગર:
જામનગર શહેર નજીક આવેલા બે મહત્વનાં ડેમ રણજિતસાગર અને સસોઈ હજુ સુધી ઓવરફ્લો થયાં નથી પરંતુ છલકાઈ જવાની તૈયારીમાં છે. બીજી બાજુ જિલ્લામાં 25 પૈકી 13 જળાશયો હાલ ઓવરફ્લો જોવાં મળી રહ્યા છે. અને, જિલ્લાનાં 25 પૈકી 21 જળાશયોમાં હાલ પણ પાણીની આવક ચાલુ રહી છે. જિલ્લાનાં સિંચાઈ વિભાગનાં કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ..
આજે ગુરૂવારે સવારે જિલ્લાનાં જે 13 જળાશયો ઓવરફલો થઇ રહ્યા છે તેની યાદી આ પ્રમાણે છે: પન્ના, ફૂલઝર-2, ડાઈ મીણસાર, ઉંડ-3, આજી-4, ઉંડ-1, ફૂલઝર ( કોટડા બાવીસી), રૂપાવટી, સસોઈ-2, રૂપારેલ, ઉમિયાસાગર, વાગડીયા અને ઉંડ-4 આ ઉપરાંત સ્થાનિક અહેવાલ જણાવે છે કે, સમાણા નજીકનો સોગઠી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સીદસર નજીકની વેણું નદી તથા અલિયાબાડા નજીકની રૂપારેલ નદી બે કાંઠે વહી રહી છે.