Mysamachar.in:પંચમહાલ:
રાજ્યમાં કેટલીય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર ફૂટવાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચુકી છે અને કેટલાય ડુપ્લીકેટ માર્કશીટ અને સર્ટીફીકેટના કૌભાંડો પણ સામે આવી ચુક્યા છે તેવામાં પૈસા લઈને NEETની પરીક્ષામાં કરાવવામાં આવતી ચોરીનો ખેલ ખુલ્લો પડી જતા સમગ્ર રાજ્યમાં આ મામલે ભારે ચર્ચાઓ જાગી છે અને રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે, પંચમહાલમાં નીટની પરીક્ષામાં સારા માર્કસ સાથે પાસ કરાવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. કલેકટરએ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નીટની પરીક્ષામાં સારા માકર્સ માટે કૌભાંડ કર્યું હતું. આ મામલે ત્રણ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી સાત લાખની રોકડ મળી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે, એક વિદ્યાર્થી દીઠ 10 લાખ નકકી થયા હોવાનો ચોકાવનારી વિગતો પણ સામે આવી છે,
આ સમગ્ર કૌભાંડ મામલે શિક્ષક તુષાર ભટ્ટ, રોય ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ સામે પણ ફરિયાદ નોંધાઇ છે. ગોધારાના આરીફ વોરાની પણ મીલીભગત હોવાનું જાણવા મળી રહ્યું છે. છ વિદ્યાર્થીઓના નંબર મેળવી સારા માકર્સની ગેરરીતિ આચરવાના હતા.પંચમહાલ પોલીસની તપાસમાં વડોદરા SOG પોલીસ જોડાઈ છે. પરશુરામ રોયની અટકાયત કરાઈ છે, તે પહેલા તેઓએ તમામ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે નીટની પરીક્ષામાં હું સામેલ નથી, આવું કામ કર્યું નથી. મેં કોઈની જોડેથી એક રૂપિયો પણ નથી લીધો. હું જાણતો નથી, મારે કોઈ લેવા દેવા નથી. આમ તેમણે તમામ આરોપો નકાર્યા હતા.
આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ નોંધાવેલ ફરિયાદમાં છ વિદ્યાર્થીઓના નંબર સહિતની વિગત આપી છે. વિગત આપી પાસ કરવાની જવાબદારી આપી હતી. જ્યારે ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળ્યા છે. એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી કરાયું હતું.
જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. વડોદરાના તુષાર ભટ્ટ જેઓ ગોધરા જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા દરમિયાન ડેપ્યુટી સુપરિટેનડેન્ટ તરીકે ફરજમાં હતા, જ્યારે તુષાર ભટ્ટ, વડોદરા રોય ઓવર્સીસના માલિક અને ગોધરાના આરીફ વોરા સામે નોંધાઇ ફરિયાદ છે.
સમગ્ર મામલો સામે ત્યારે આવ્યો જયારે જિલ્લા કલેકટરને આ અંગે બાતમી મળી અને તે આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડેન્ટની ગાડીમાંથી ₹7,00,000 રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેન્ડન્ટના મોબાઈલ માંથી whatsapp ચેટમાં કુલ છ વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ દસ લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
-આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે..
ગોધરા ખાતે યોજાયેલી નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા રાજ્યકક્ષાના પ્રફુલ પાનસેરીયાએ કહ્યું કે ગોધરા કલેક્ટર અને અધિકારીની મદદથી કૌભાંડ ઝડપાયું છે અને આ ઘટનામાં કોઈને છોડવામાં આવશે નહીં.